Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પૂર અસરગ્રસ્તો કરોડો રૂપિયાની સહાય ચૂકવાઇ

VADODARA : વડોદરા શહેર જિલ્લા (VADODARA DISTRICT - CITY) માં ઓગસ્ટ માસમાં ભારે વરસાદ અને પૂરના (FLOOD - 2024) કારણે થયેલ નુકશાની અંગે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર (VADODARA COLLECTOR ADMINISTRATION) દ્વારા અસરગ્રસ્તોને કેશ ડોલ્સ,ઘરવખરી અને નાના મોટા વાણિજ્ય એકમો સહિત...
vadodara   પૂર અસરગ્રસ્તો કરોડો રૂપિયાની સહાય ચૂકવાઇ
Advertisement

VADODARA : વડોદરા શહેર જિલ્લા (VADODARA DISTRICT - CITY) માં ઓગસ્ટ માસમાં ભારે વરસાદ અને પૂરના (FLOOD - 2024) કારણે થયેલ નુકશાની અંગે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર (VADODARA COLLECTOR ADMINISTRATION) દ્વારા અસરગ્રસ્તોને કેશ ડોલ્સ,ઘરવખરી અને નાના મોટા વાણિજ્ય એકમો સહિત કુલ રૂ.૭૦.૭૩ કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર બીજલ શાહે જણાવ્યું છે.

૭૫,૪૦૫ કુટુંબોને ઘરવખરી સહાય

વડોદરા શહેરના ૩,૩૮,૮૪૪ અને ગ્રામ્યના ૨૫,૩૨૪ સહિત કુલ ૩,૬૪,૧૬૮ પૂર અસરગ્રસ્તોને કેશ ડોલ્સ પેટે રૂ. ૮.૮૪ કરોડ તેવી જ રીતે શહેરના ૬૫,૫૨૦ અને ગ્રામ્યના ૯૮૮૫ સહિત કુલ ૭૫,૪૦૫ કુટુંબોને ઘરવખરી સહાય પેટે રૂ.૩૭.૭૦ કરોડની સહાય તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે.

Advertisement

વેપારીઓનો સરવે કરીને રાહત પેકેજનો લાભ આપવામાં આવ્યો

વડોદરાના પૂરગસ્ત વેપારીઓને નાણાંકીય મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા ખાસ રાહત પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરવે બાદ અત્યાર સુધીમાં કુલ ૧૨,૩૪૧ જેટલા નાના મોટા વાણિજય એકમોને રૂ.૨૪.૧૯ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. જેમાં શહેરમાં નાની લારી અથવા રેંકડી ધરાવતા, નાની સ્થાયી કેબીન,મોટી કેબીન ધરાવતા વેપારીઓનો પણ સરવે કરીને રાહત પેકેજનો લાભ આપવામાં આવ્યો છે.આ ઉપરાંત નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીઓને પણ રાહત પેકેજ અંતર્ગત સહાય કરવામાં આવી હોવાનું કલેકટરશ્રીએ ઉમેર્યું હતું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : રાવણ દહનના સ્થળે એનાઉન્સમેન્ટ સિસ્ટમનો અસરકારક ઉપયોગ

Tags :
Advertisement

.

×