Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ચૂંટણીમાં મતદાન વધારવાના જિલ્લા કલેક્ટરના પ્રયાસોની રાજ્યકક્ષાએ સરાહના

VADODARA : મતદાર જાગૃતિ માટે ચલાવવામાં આવેલા સઘન અભિયાનના કારણે મહાનગરપાલિકા-જિલ્લાની સાપેક્ષે વડોદરામાં સૌથી વધુ મતદાન થયું હતું
vadodara   ચૂંટણીમાં મતદાન વધારવાના જિલ્લા કલેક્ટરના પ્રયાસોની રાજ્યકક્ષાએ સરાહના
Advertisement

VADODARA : ગત્ત લોકસભાની સામાન્ય ચૂંટણી (GENERAL ELECTION OF LOKSABHA - 2024) માં ઉત્તમ કામગીરી કરવા બદલ વડોદરા કલેક્ટર બી. એ. શાહની બેસ્ટ ઇલેક્ટરોલ પ્રેક્ટિસ એવોર્ડ (VADODARA COLLECTOR WON BEST ELECTORAL PRACTICE AWARD) માટે પસંદગી થઇ છે. મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા અપાતો આ એવોર્ડ કલેક્ટર તા. ૨૫ના રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણીના કાર્યક્રમમાં સ્વીકારશે.

વડોદરા જિલ્લામાં ૬૩.૩૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું

લોકસભાની ચૂંટણી પૂર્વે મતદાર જાગૃતિ માટે ચલાવવામાં આવેલા સઘન અભિયાનના કારણે મહાનગરપાલિકા હોય એવા અન્ય જિલ્લાની સાપેક્ષે વડોદરામાં સૌથી વધુ મતદાન થયું હતું. વડોદરા જિલ્લામાં ૬૩.૩૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત મતદાન માટે ચૂંટણીકર્મીઓની ડેટા બેઝમાં વૃદ્ધિ, ચૂંટણીકર્મીઓને તાલીમ, દિવ્યાંગ મતદારો માટે વ્હિલચેર સહિતની સુવિધા, પોસ્ટલ બેલેટનું સુઘડ વ્યવસ્થાપન સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

Advertisement

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કલેક્ટરને એવોર્ડ આપવામાં આવશે

સ્વીપ અંતર્ગત સઘન મતદાન જાગૃતિ અભિયાન દરમિયાન ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતદાન ધરાવતા બૂથો ઉપર ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એની અસર મતદાનની ટકાવારી ઉપર પડી હતી. જિલ્લામાં ૬૩.૩૦ ટકા જેટલું મતદાન થયું તે મહાનગરપાલિકા વિસ્તાર ધરાવતા રાજ્યના અન્ય જિલ્લામાં સૌથી વધું હતું. રાજ્યની કુલ ટકાવારી ૬૦.૭૪ કરતા વધું હતું. ઉક્ત તમામ બાબતોને ધ્યાને રાખીને મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા પસંદગી થઇ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કલેક્ટરને એવોર્ડ આપવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : SSG હોસ્પિટલમાં કરૂણા વોર્ડ શરૂ, બિનવારસી દર્દીને મળશે સારવાર

Tags :
Advertisement

.

×