Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : RTS ના કેસોના નિકાલ માટે સ્પેશ્યલ રેવન્યુ કોર્ટની રચના

VADODARA : ઝૂંબેશમાં વર્ષ ૨૦૨૩ના ૮૨૬ કેસો, ૨૦૨૪ના ૫૮૭ કેસો અને ૨૦૨૫ના અત્યાર સુધીના ૧૨૪ મળી કુલ ૧૫૨૮ RTS કેસોના નિરાકરણનું લક્ષ્ય
vadodara   rts ના કેસોના નિકાલ માટે સ્પેશ્યલ રેવન્યુ કોર્ટની રચના
Advertisement

VADODARA : વડોદરા કલેક્ટર (VADODARA COLLECTOR) ડો. અનિલ ધામેલિયાએ સ્પેશ્યલ રેવન્યુ કોર્ટ – ૨૦૨૫ બનાવી પડતર રહેલા આરટીએસ કેસોનો નિકાલ કરવા ઝૂંબેશ હાથ ધરી છે. માર્ચ અને એપ્રિલ માસ દરમિયાન ચાર તબક્કામાં યોજાનારી સ્પેશ્યલ રેવન્યુ કોર્ટમાં ૧૫૨૮ કેસોનો ઉકેલ લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ચાર તબક્કામાં યોજાશે કાર્યવાહી

સ્પેશ્યલ રેવન્યુ કોર્ટ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા કાર્યક્રમ જોઇએ તો તા. ૨૧-૩-૨૫ને શુક્રવાર, તા. ૨૮-૩-૨૫ને શુક્રવાર, તા. ૪-૪-૨૫ને શુક્રવાર, તા. ૧૧-૪-૨૫ને શુક્રવાર એ પ્રકારે ચાર તબક્કામાં નવી કલેક્ટર કચેરી, દિવાળીપૂરા, વડોદરા ખાતે યોજાશે. આ કોર્ટનો સમય સવારના ૯થી ૧૧ અને ૧૧.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધીનો રહેશે. (SPECIAL REVENUE COURT ORGANIZED BY VADODARA COLLECTOR - DR. ANIL DHAMELIYA)

Advertisement

ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે હેલ્પ ડેસ્ક રાખવામાં આવશે

આરટીએસ કેસોના નિકાલ માટે રચાયેલી ખાસ રેવન્યુ કોર્ટની નવી કલેક્ટર કચેરીમાં બેઠક વ્યવસ્થા જોઇએ તો વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રૂમ નંબર ૪ તથા ૬, વડોદરા શહેર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ માટે પ્રથમ માળે રૂમ નં. ૧૦૧, ડભોઇ અને વાઘોડિયા તાલુકા માટે પ્રથમ માળે રૂમ નં. ૧૦૫, સાવલી અને ડેસર તાલુકા માટે પ્રથમ માળે રૂમ નંબર ૧૦૮, કરજણ અને શીનોર તાલુકાના કેસો માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રૂમ નં. ૨માં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત અરજદારોને માહિતી આપવા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે હેલ્પ ડેસ્ક રાખવામાં આવશે.

Advertisement

લેખિત આધારપૂરાવા રજૂ કરે તેવો અનુરોધ

આ ઝૂંબેશમાં વર્ષ ૨૦૨૩ના ૮૨૬ કેસો, ૨૦૨૪ના ૫૮૭ કેસો અને ૨૦૨૫ના અત્યાર સુધીના ૧૨૪ મળી કુલ ૧૫૨૮ આરટીએસ કેસોના નિરાકરણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સંબંધિત પક્ષકારો, તેમના વકીલો નિયત સ્થળે અને સમયે ઉપસ્થિત રહી લેખિત આધારપૂરાવા રજૂ કરે તેવો અનુરોધ છે. પક્ષકારોને આ સ્પેશ્યલ રેવન્યુ કોર્ટની સુનાવણી અંગે રજીસ્ટર એડી તથા મેસેજથી જાણ કરવામાં આવશે, આમ છતાં કોઇ પક્ષકારને પત્ર ના મળે તો ઉક્ત સમય અને સ્થળે હાજર રહે એ જરૂરી છે.

આ પણ વાંચો --- VADODARA : વેરા વસૂલાતના ટાર્ગેટ સુધી પહોંચવા પાલિકા પાસે ઓછો સમય

Tags :
Advertisement

.

×