Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જાણીતા એક્ટિવિસ્ટએ લમણે ગોળી મારી જીવન ટુંકાવ્યું, વાંચો અંતિમ સંદેશ

VADODARA : મારી માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માં સંગીતા સિકલીગરના અતિશય ત્રાસથી કંટાળીને આપઘાત કરી રહ્યો છું - મૃતક
vadodara   જાણીતા એક્ટિવિસ્ટએ લમણે ગોળી મારી જીવન ટુંકાવ્યું  વાંચો અંતિમ સંદેશ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં લોકોને ન્યાય અપાવવા માટે લડત આપતા કન્ઝ્યૂમર એક્ટિવિસ્ટ પી. મૂરજાણીએ પોતાની રિવોલ્વરથી લમણે ગોળી મારીનો મોત વ્હાલું કર્યું છે. આ કરતા પહેલા તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક અંતિમ નોટ અન્ય સુધી પહોંચાડી છે. જેમાં તેમની માનેલી દિકરી અને તેની માતાના ભારે ત્રાસથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ છે. શહેરમાં અગાઉ બોટ દુર્ધટના મામલે પી. મૂરજાણીએ અસરકારક લડત આપતા મૃતકોના પરિવારોને યોગ્ય વળતર અપાવ્યું હતું. પી. મૂરજાણીએ અંતિમ પગલું ભરી લેતા મોટી સંખ્યામાં તેમના પરિજનો નિવસસ્થાને દોડી આવ્યા હતા. સાથે જ પોલીસ દ્વારા પણ આ મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલાની વૈજ્ઞાનિક ઢબે તપાસમાં એસએસએલ પણ જોડાઇ છે.

પોલીસ મથકમાં જમા કરાવેલી પોતાની રિવોલ્વર લઇને આવ્યા

વડોદરાના ગ્રાહકોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવી, લડત આપી તેમને ન્યાય અપાવવા માટે જાણીતા પી. મૂરજાણીએ ગતરાત્રે પોતાના નિવાસ સ્થાને પોતાની રિવોલ્વરથી લમણે ગોળી મારીનો મોત વ્હાલુ કર્યું છે. ગત બપોરે તેઓ પોલીસ મથકમાં જમા કરાવેલી પોતાની રિવોલ્વર લઇને આવ્યા હતા. ત્યાર બાદ તેમણે એક વિગતવાર સંદેશો ટાઇપ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પરિચીતો સુધી પહોંચતો કર્યો હતો. ત્યાર બાદ પોતાના લમણે ગોળી મારીને જીવનનો અંત આણ્યો હતો. અંતિમ સંદેશામાં પોતાની માનેલી પુત્રી અને તેની માતા પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

Advertisement

પોલીસને કોઇ પણ સ્યુસાઇડ નોટ હાથ લાગી નથી

સમગ્ર ઘટના બાદ સ્થળ પર પહોંચેલા એસીપી પલસાણાએ મીડિયાને જણાવ્યું કે, તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરેલી છે. તેના અનુસંધાને પાણીગેટ પીઆઇ, એફએસએલ પણ હાજર છે. તેમણે લાયસન્સ વાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. કારણો અંગે તપાસ કરવામાં આવી રહી છે. મોડી રાત સુધી પંચક્યાસની કાર્યવાહી ચાલી રહી છે. મોડી રાત સુધી પોલીસને કોઇ પણ સ્યુસાઇડ નોટ હાથ લાગી નથી, તેવું તેમણે મીડિયાને જણાવ્યું હતું.

Advertisement

સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવેલી પી. મૂરજાણીની અંતિમ નોટ

'હું આજ રોજ મારી માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માં સંગીતા સિકલીગરના અતિશય ત્રાસથી કંટાળીને આપઘાત કરી રહ્યો છું. બંને માં દીકરીએ મારા પર બહુજ પ્રેશર આપે છે કે મારી જાગૃત નાગરિક ઓફિસની પ્રોપર્ટીમાં કોમલ સિકલીગરના નામનું દસ્તાવેજ કરી આપા. મે મારૂ અને મારી પત્નીનું ઘર એક્સિસ બેંકમાં ગિરવે મુકી મારી માનેલી દીકરીને ડભાસા-પાદરા ખાતે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પમ્પ ખરીદીને આપ્યો છે. તે પમ્પની જમીનનો દસ્તાવેજ મારા નામે છે. ગઇ કાલથી કોમલ અને સંગીતા મારી પાછડ પડયા છે ને કહે છે પમ્પની જમીનનો દસ્તાવેજ કોમલના નામે કરી આપો.

દસ્તાવેજ કોમલના નામે કરી આપો

કોમલ અને સંગીતા રહે છે તે ઘર કાન્હા લક્ઝુરિયા સવિતા હોસ્પિટલ રોડ વાળુ ઘરમાં અડધા પૈસા મે નાખ્યા છે એટલે દસ્તાવેજમાં મારૂ નામ છે. તેના ઇએમઆઇ પ્રગતિ બેંકમાં અત્યાર સુધી મેં જ ભરૂ છું. ગઇ કાલથી કોમલ અને એની માં કહે છે કે એનો પણ દસ્તાવેજ કોમલના નામે કરી આપો.

તૂ મારી ગાડીમાં તારી બૈરીને ફરવા લઇ જ કેવી રીતે ગયો

લાભ પાંચમના દિવસે મારા નામે મર્સિડીઝ કાર લીધી. રૂ.૧.૦૪ કરોડમાં પડી. તેની લોન મારા નામે છે. તે કારમાં વારસદારનું નામ મારી પત્ની જાગૃતિ મૂરજાણીનું છે. તે કાર લેવા મારી પત્નીને કીધા વગર મારી માનેલી છોકરીને લઇ ગયો. એણે ખૂબ ફોટા પાડયા. કોમલે જ ફોટોગ્રાફરને બોલાવેલો. કારની પૂજા કરવા ડભોઇ ખાતેના માતાજી હરિભાઇ રબારીને બોલાવેલો. હરિભાઇના કહેવાથી હું મારા પત્નીને કારના શોરૂમ પર અટલાદરા બ્રિજ પાસે લઇને આયો. કોમલ નિકડી ગઇ હું ને મારા પત્ની ઘરે આયા. ઘરે જમીને મોટાભાઇ ગોરધાનભાઇને ત્યાં ઉદ્યોગનગર સોસોયટીમાં નવી કારની મિઠાઇ આપવા આવેલા ને ત્યાં થોડી વાર બેસી ત્યાંથી બીજા નંબરના ભાઇ પિતાંબરભાઇને ત્યાં અંકુર સોસાયટીમાં હું અને મારી પત્ની મિઠાઇ આપવા આવ્યા ત્યારે મારી દીકરી કોમલનો ફોન આયો. તૂ તા થી વાત કરવા લાગી, તૂ મારી ગાડીમાં તારી બૈરીને ફરવા લઇ જ કેવી રીતે ગયો. પહેલા મને અને મારી મમ્મી સંગીતાને બેસાડવુ હતુ તારે.

મર્સિડીઝમાં તમારી બૈરી બેઠી એટલે હવે હું નહી બેસું

પછી વોટ્સએપ પર બહુ ગંદા શબ્દ લખીને ગાળાગાળી કરી. બીજા દિવસે એટલે કે ગઇ કાલે07 / 11 / 2024 ના રોજ કોમલને મનાવા તેના ઘરે ગયો ત્યારે એની મા સંગીતા ન્હોતી. કોમલ મને જોઇને મારા પર તૂટી પડી. મારા ચશ્મા, પેન ને મોબાઇલ તોડી નાખ્યો, બધી તૂટેલી વસ્તુઓ મારી ક્રેટા કારમાં પડી છે. પછી એની મા સંગીતા આવી, પહેલા તો બન્નેએ મળીને બને બહુ માર માર્યો. પછી મારા ખિસ્સામાંથી નવી મર્સિડીઝની ચાવી કાઢી લીધી. પછી આખો દિવસ એમના ઘરે ભૂખ્યો બેસાડી રાખ્યો. મે કીધ મારૂ ટિફિન મારી નવી મર્સિડીઝમાં છે એ લાવી આપો તો હું જમી લવ. ના લાવી આપ્યુ ટિફિન. પછી મે ઢોલાર ગામના માતાજી હરિભાઇને ફોન કર્યો. એમણે કોમલ સાથે વાત કરી ઢોલાર આવવાનું કીધું. કોમલ એની ટાટા હેરિયર કારમાં ઢોલાર લઇ ગઇ. તે કેતી તી કે મર્સિડીઝમાં તમારી બૈરી બેઠી એટલે હવે હું નહી બેસું, હવે કા તો મર્સિડીઝની સીટ ફાડી નાખીસ અથવા મર્સિડીઝ તોડી નાખીસ.

મને ટોર્ચર કરતી રહી, મારતી રહી

ત્યાં હરિભાઇ કોમલને સમજાવ્યું કે, બાપ સાથે આવુ ના કરાય, ત્યાં અમને જમાડયા. પછી ત્યા ઢોલારથી આવતા કોમલની તેની મમ્મી સંગીતા સાથે વાત થઇ તો તે મને ટાટા હેરિયરમાં મારવા લાગી. કેતી તે કે મારી મમ્મી કે છે કે આવતી કાલે તારી બધી પ્રોપર્ટિઝના દસ્તાવેજ કાલે કોમલના નામે કરી આપ. ત્યાર બાદ કોમલ મર્સિડીઝના શોરૂમ પર મારી ક્રેટા કાર લેવા ગયેલા રસ્તામાં ફરી મને મારવા લાગી કે અમારા પહેલા તારી બૈરીને મર્સિડીઝમાં બેસાડી જ કેમ. મે ફરી ઢોલારવાળા હરિભાઇને ફોન કર્યો, તે સુશેન ચાર રસ્તા પાસે અમને મળવા આવ્યા ને કોમલને સમજાવીને અમને રવાના કર્યા. પછી હું ને કોમલ તેની હેરિયરમાં મર્સિડીઝમાં પહોંચ્યા ત્યાંથી મારી મર્સિડીઝના કાગળોને બીજી ચાવી લીધી ને હું મારી ક્રેટા ને કોમલ તેની હેરિયર કારમાં ઘરે જવા રવાના થયા. રસ્તામાં તરસાલી શાક માર્કેટ પહેલાના ચાર રસ્તા પાસેના સિગ્નલ પહેલા ફોન કરી કોમલએ મને રોક, એની હેરિયર કાર છોડીને મારી ક્રેટા કારમાં બેસી ગઇ. મારી ક્રેટા કારના ભગવાનની ટ્રે તોડી ભગવાન નીચે ફેંકી દીધા. ત્યા મને ટોર્ચર કરતી રહી, મારતી રહી.

મારે તમારા બૈસી સાથેના સંબંધ ખતમ કરવા છે એટલે મુકવા કહું છુ

મને કહે કે આજે ને આજે તારા પત્નીને છોડી દે નહી તો અમે તારા પર બળાત્કારની ફરિયાદ નોંધાઇએ છીએ. હું બે દિવસનો ટાઇમ લઇને જેમ તેમ ઘરે પહોંચ્યો તો કોમલની મા સંગીતાનો વોટ્સએપ પર મેસેજ આવ્યો - કોલ મી. પત્નીથી છુપાઇને જેમતેમ ઉપર જઇને મે સંગીતાને કોલ કર્યો તો એણે દારૂ પિધેલી હાલતમાં મને બહુ ગાળો બોલી. મે ફોન કાપી નાખ્યો. આજે સવારે ઉઠયો તો કોમલનો વોટ્સએપ પર મેસેજ આવ્યો કે મર્સિડીઝ સાથે કોમલનો ને મારો ફોટો ફોસબુક પર મુક, એને ફોટો વોટ્સએપ પર મોકલી આપેલો. મે કીધુ મારી પત્નીને દુખ થશે. તો કોમલ બોલી મારે તમારા બૈસી સાથેના સંબંધ ખતમ કરવા છે એટલે મુકવા કહું છુ. ના મુકે તો હું ને મમ્મી જઇએ પોલીસ સ્ટેશનમાં. ના છૂટકે ગભરાઇને મે મારા ફેસબુક પર એણે મોકલાવેલો ફોટો મુક્યો. પછી ઘરેથી ટિફિન લઇને હું નિકળ્યો. કોમલને ફોન કર્યો કે બેટા હું થાકી ગયો છુ તમારાથી. હું ક્યાંય જતો રહું છું આજનો દિવસ તો એ બોલી પ્રોપર્ટીના દસ્તાવેજ તો કરી આપ પછી જ્યાં જવુ હોય ત્યાં જ નહી તો અમે પોલીસ સ્ટેશન જઇએ તારા વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ કરવા.

ભગવાન મને આવતા જન્મમાં પણ તુ જ પત્ની તરીકે આપે એવુ માગીશ

હું ગભરાઇ ગયેલો છું. એનો ફોન કાપી મે ફોન એરોપ્લેન મોડ પર મુકી દીધો. સીધો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યો, ત્યાંથી લક્ષ્મીબેન પાસેથી મારી રિવોલ્વર લીધી, એક જગ્યાએ ઉભા રહી મેસેજ ટાઇપ કર્યો. હું ડાયાબિટીઝ, હાઇ બ્લડ પ્રેશર, પાર્કિન્સનનો પેશન્ટ ઓલરેડી છું. આજે નહી તો કાલે મરવાનો છુ. પણ જો કોમલ અને તેની મા સંગીતા પ્રોપર્ટી માટે બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી દે તો મારી 38 વર્ષની મહેનત અને કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ તરીકે મારૂ કમાયેલુ નામ માટીમાં મળી જાય અને મારી પત્નીને સમાજના મહેણા સાંભળવા પડે તે અલગ. આ વાતમાં મારી પત્નીનો શું દોષ ? એ તો મને પહેલેથી જ કહેતી હતી કે આ છોકરી અને એનુ કુટુંબ સારૂ નથી. હું સમજુ છુ કે મારા આ કૃત્યથી મારી પત્નીને બહુ આઘાત પહોંચશે પણ મારી પાસે કોમલ અને એની મા એ આપઘાત સિવાય કોઇ વિકલ્પ છોડયો નથી. મારી પત્ની માટે એટલુ જ કહીશ કે એ ખુબ જ ધાર્મિક છે મને બહુ જ પ્રેમ કરે છે. આઇ ઓલ સો લવ યુ માય ડિયર વાઇફ. મને માફ કરજે મારી પત્ની જાગૃતિ મૂરજાણી ભગવાન મને આવતા જન્મમાં પણ તુ જ પત્ની તરીકે આપે એવુ માગીશ.

મારા ભત્રીજાની નાની દીકરી રીચાની સોલો આર્બિટેટર તરીકે નિમણૂંક કરૃ છું

મારી ઉપરની પ્રોપર્ટી સિવાય દાંડિયા બજારમાં મોબાઇલ મેનિયા નામના ૩ માળ છે એમા મારૂ 40 ટકા ભાગનું રોકાણ છે. તે સિવાય આણંદ શહેરમાં એક દુકાન છે તેમા પણ મારો 40 ટકા ભાગ છે. મોબાઇલ મેનિયા અને આણંદમાં બાકી 60 ટકામાં મારે ત્યાં અગાઉ નોકરી કરતી છોકરી તૃપ્તી પરીખના 40 ટકા અને તેના પતિ સમીર પરીખના 20 ટકા છે. અહી ચોખવટ કરૂ છુ કે તૃપ્તી પરીખની 22 વર્ષથી મારે ત્યા નોકરી દરમિયાન તેને એક પણ રૂપિયા પણ આપ્યા વગર જાગૃત નાગરિકની પ્રોપર્ટીમાં નામ નખાવી દસ્તાવેજ કરાવેલ છે. તૃપ્તી પરીખના નામનું મે રજિસ્ટર્ડ વીલ કરેલ હતું એ વીલ પણ કેન્સલ કરી રજિસ્ટર કરેલુ છે. તૃપ્તી પરીખના નામનું નારાયણ ડુપ્લેક્સનું બાનાખત નોટરી કરેલુ હતુ, તે પણ નોટરી કેન્સલ કરેલુ છે. મારી એલઆઇસી કે મ્યુચ્યુઅલ ફંડના જે પૈસા આવે તે મારી પત્ની જાગૃતિને મળે. મારી બધી પ્રોપર્ટી મારી પત્ની જાગૃતિના નામે થાય એવી મારી આખરી ઇચ્છા છે. કોમલ સિકલીગર કે તેની માના નામે મારી કોઇ ચલ કે અચલ પ્રોપર્ટી પર કોઇ હક્ક, વારસો રહેસે નહી. તેને સખત સજા થાય તેવી મારી ઇચ્છા છે. બધી જ ચલ અચલ સંપતિ પર અધિકાર માત્રને માત્ર મારી પત્ની જાગૃતિ મૂરજાણીનો રહેશે. આ લેખની કાર્યવાહી કરવા માટે હું મારા ભત્રીજા જગદીશ મૂરજાણીની નાની દીકરી રીચા મૂરજાણી-ગોસ્વામીની સોલો આર્બિટેટર તરીકે નિમણૂંક કરૂ છું.

આ પણ વાંચો -- VADODARA : સાંસદ ડો. હેમાંગ જોષી IIM-A માંથી શીખ્યા નેતૃત્વના પાઠ

Tags :
Advertisement

.

×