Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અધિકારીઓ-કોર્પોરેટરો નિષ્ક્રિય

VADODARA : વડોદરા (VADODARA) ના વહીવટી વોર્ડ નં - 7 ની કચેરી સામે આવેલા માળી મહોલ્લામાં દુષિત પાણીની સમસ્યા છે. જેને લઇને અનેક સ્થાનિકો બિમાર પણ પડ્યા છે. આ અંગે કોર્પોરેટરો અને અધિકારીઓ દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં નહીં આવતા...
vadodara   દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે અધિકારીઓ કોર્પોરેટરો નિષ્ક્રિય
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના વહીવટી વોર્ડ નં - 7 ની કચેરી સામે આવેલા માળી મહોલ્લામાં દુષિત પાણીની સમસ્યા છે. જેને લઇને અનેક સ્થાનિકો બિમાર પણ પડ્યા છે. આ અંગે કોર્પોરેટરો અને અધિકારીઓ દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં નહીં આવતા આજે સ્થાનિકો વિફર્યા છે. અને વોર્ડની કચેરીએ જઇને કાળું પાણી ભરેલી ડોલો મુકવામાં આવી છે. મહિલાએ જણાવ્યું કે, જો સમયસર અમારી સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો અમે ગત વર્ષની જેમ ભાગદોડ કરાવીશું.

Advertisement

દુષિત પાણી લોકોના માથાનો દુખાવો બન્યું

વડોદરા પાસે પીવાના પાણીના પર્યાપ્ત સ્ત્રોત આવેલા છે. પરંતુ તેને લોકો સુધી પહોંચાડવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ રહ્યું છે. અને આ વાતની સાબિતી અવાર-નવાર સામે આવતી રહે છે. ત્યારે વધુ એક વખત આ પ્રકારની સમસ્યા સામે આવી છે. નાગરવાડા વિસ્તારમાં દુષિત પાણી લોકોના માથાનો દુખાવો બન્યું છે. તે અંગે કોર્પોરેટર તથા અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહી આવતા હવે રોષે ભરાઇને કચેરીએ પહોંચ્યા છે. અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

Advertisement

ઇન્ચાર્જ અધિકારી કોઇ કામ કરવા તૈયાર નથી

સ્થાનિક પારૂલબેન માળીએ જણાવ્યું કે, અમે નાગરવાડામાં રહીએ છીએ. આ વોર્ડ નં - 7 ની ઓફીસ છે. ઓફીસ સામેના માળી મહોલ્લામાં દુષિત પાણી આવ્યા છીએ. અમે ઓફીસમાં ફરિયાદ કરી છે. કેટલી વખત ફરિયાદ કરી છે. અહિંયાના ઇન્ચાર્જ અધિકારી કોઇ કામ કરવા તૈયાર નથી. અહિંયાના કોર્પોરેટર પણ કોઇ જવાબદારી લેવા તૈયાર નથી. તો અમારે કહેવા કોને જવું. ગત વખતે ત્રણ મહિલાનું મોત નિપજ્યું હતું.

અમારા માટે ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરો

વધુમાં તેમણે જણાવ્યું કે, તેવું આ વખતે ના થાય તે માટે, હાલ 3 જેટલા પુરૂષ અને બાળકો એડમિટ છે. બાળકને ઇન્ફેક્શન થઇ ગયું છે. તેને કંઇ થશે, તો તેવી જવાબદારી આ લોકો લેશે ખરા. પાણીમાં સુધારો કરો, અમારે ચોખ્ખું પાણી જોઇએ છે. અમારે પટેલ વાડીનું કનેક્શન જોઇએ છે. અમારા માટે ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરો. ઘરનું કામ બાકી છે. અમે વેચાતા પાણીના જગ લઇને આવીએ છીએ. ગયા વર્ષે જે ભાગદોડ કરી હતી, તેવી પરિસ્થિતી આ વખતે પણ કરાશે.

આ પણ વાંચો -- VADODARA : વિપક્ષના નેતાએ સમસ્યા અધિકારી સુધી પહોંચાડવા રૂબરૂ જવું પડ્યું

Tags :
Advertisement

.

×