ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ડ્રેનેજ પાઇપની ગુવણવત્તાને લઇને આશંકા, કોન્ટ્રાક્ટરે ગેરૂથી માર્કો લગાવ્યો

VADODARA : નવાપુરા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાનો પ્રશ્ન વારંવાર સામે આવતા તંત્ર દ્વારા ગ્રાન્ટમાંથી નવી લાઇન નાંખવાનું કાર્ય મંજુર કરાયું
01:09 PM Dec 29, 2024 IST | PARTH PANDYA
VADODARA : નવાપુરા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાનો પ્રશ્ન વારંવાર સામે આવતા તંત્ર દ્વારા ગ્રાન્ટમાંથી નવી લાઇન નાંખવાનું કાર્ય મંજુર કરાયું

VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (SMART CITY - VADODARA) ની પાલિકાના કોન્ટ્રાક્ટરની બેવકુફી સામે આવી છે. તાજેતરમાં શહેર (VADODARA) ના એક વિસ્તારમાં ડ્રેનેજની કામગીરીને લઇને પાઇપો મુકવામાં આવી હતી. તેની ગુણવત્તા સામે કોર્પોરેટર સહિત સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી હતી. જે બાદ કોન્ટ્રાક્ટરે ગેરૂ કલરથી પાઇપ પર સ્ટાન્ડરાઇઝ્ડ હોવાનું બતાવવા માટે આઇએસઆઇના માર્કા માર્યા હતા. જેને લઇને હવે લોકોની શંકા વધુ પ્રબળ બની છે. આ મામલો સપાટી પર આવ્યા બાદ હવે પાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

કનેક્શન આપવા મુદ્દે વિવાદ સર્જાતા કામ અટકી પડ્યું હતું

વડોદરાના નવાપુરા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાનો પ્રશ્ન વારંવાર સામે આવતા તંત્ર દ્વારા પૂર્વ સાંસદના ગ્રાન્ટમાંથી નવી ડ્રેનેજ લાઇન નાંખવાનું કાર્ય મંજુર કરવામાં આવ્યું હતું. દરમિયાન ધાર્મિક સ્થળને કનેક્શન આપવા મુદ્દે વિવાદ સર્જાતા કામ અટકી પડ્યું હતું. જો કે, લોકહિતના પ્રશ્ને કોર્પોરેટરે દરમિયાનગીરી કરતા કામ ફરી શરૂ થયું હતું. આ વચ્ચે તાજેતરમાં આ ડ્રેનેજ લાઇનની ગુણવત્તા સામે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ગેરૂ રંગથી સ્ટાન્ડર્ડ આઇએસઆઇના માર્કા પાઇપ પર માર્યા

કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા આ અંગે આશંકા વ્યક્ત કરવાનો મામલો સ્માર્ટ પાલિકાના કોન્ટ્રાક્ટર સુધી પહોંચતા તેણે ગેરૂ રંગથી સ્ટાન્ડર્ડ આઇએસઆઇના માર્કા પાઇપ પર માર્યા હોવાનું સપાટી પર આવ્યું હતું. સામાન્ય રીતે ગેરૂ કલરથી કોઇ પાઇપો પર માર્કા મારવામાં આવતા હોવાનું અત્યાર સુધી ધ્યાને આવ્યુ નથી.

તેના ટકાઉપણ સામે સવાલો ઉઠવા પામ્યા

પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરુ રંગના માર્કા મારીને પ્રદર્શિત કરવામાં આવેલી બેવકુફીના કારણે હવે લોકોની આશંકા પ્રબળ બની છે. અને જો આ પાઇપ નાંખીને ડ્રેનેજની લાઇન શરૂ કરવામાં આવે, તો તેના ટકાઉપણ સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ મામલો સપાટી પર આવ્યા બાદ હવે લોકો કડક હાથે કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. નહીં તો આવનાર સમયમાં આ કામ આવનાર સમયમાં નવી મુસીબત લઇને આવે તો નવાઈ નહીં.

આ પણ વાંચો -- VADODARA : વિદ્યાર્થીની જાણ બહાર એડમિશન મેળવી સ્કોલરશીપ સગેવગે

Tags :
aftercolorconcerncontractorGujarat FirstGujarat NewsGujarati NewsISImarkmaterialoverPeopleQualityraiseVadodara
Next Article