VADODARA : બે બાળકી જોડે અશ્લિલ વર્તન કરનાર યુવાનને 5 વર્ષની સજા
VADODARA : વડોદરાના બીલ-અટલાદરા રોડ ઉપર અગાઉ ઘર પાસે રમતી બે માસુમ બાળકીઓને પોતાના ઘરમાં ખેંચી લઇ જઇ અર્ધનગ્ન થઇ અશ્લિલ વર્તન કરનાર 21 વર્ષના વિકૃત યુવાનને અદાલતે પાંચ વર્ષની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. દિવસેને દિવસે આવી ઘટનાઓનું પ્રમાણ વધતું હોવાથી અદાલતે આકરું વલણ અપનાવ્યું હોવાનું ચુકાદામાં નોંધ્યું છે. (COURT VERDCT IN CASE OF MISBEHAVE WITH UNDERAGE GIRLS - VADODARA)
હાથ પકડીને ખેંચીને ઘરમાં લઇ ગયો
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, બીલ-અટલાદરા રોડ પરની વસાહતમાં નવે - 2022 ચકચારી ઘટના સામે આવી હતી. 6 વર્ષ અને 4 વર્ષનીબે બાળકી ઘરઆંગણે રમતી હતી. ત્યારે મુળ રાજસ્થાનના અને તે સમયે વડોદરામાં નોકરી કરતા વિકેશકુમાર લસારામ વાગરી (ઉં. 21) એ બન્ને બાળકીઓને પોતાના ઘરમાં આવવાનું કહ્યું હતું. પરંતુ માસુમ બાળકીઓએ જવાની ના પાડતા યુવાન તે હાથ પકડીને ખેંચીને ઘરમાં લઇ ગયો હતો. અને તેણે કપડાં કાઢી નાંખી અશ્લિલ હરકત કરી હતી. આ ઘટનામાં બન્ને માસુમ ગભરાઇ ગઇ હતી અને ઘરની બહાર દોડી ગઇ હતી.
અપહરણ અને દુષ્કર્મના પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડ
જેથી વિકૃત વિકેશે બન્નેને રોકીને આ વાત કોઇને કહીશ તો ડંડાથી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના બાદથી ફફડી ઉઠેલી દિકરીઓએ ઘરે જઇ માતાને વાત કરતા તેની માતા વિકેશના ઘરે પહોંચી હતી. જ્યાં બંને જોડે થયેલા વર્તનની પુષ્ટિ થતા હોબાળો મચી ગયો હતો. તે બાદ મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચતા પોલીસે વિકેશ વાગરી વિરુધ્ધ અપહરણ અને દુષ્કર્મના પ્રયાસનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ પુરાવા એકત્ર કરી આરોપી સામે સ્પેશ્યલ પોક્સો જજ અને ચોથા એડીશનલ સેશન્સ જજ પ્રિયંકા અગ્રવાલ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી.
આરોપીને પુરેપુરી સજા કરવા દલીલ કરી
આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ આર.એસ. ચૌહાણે ધારદાર દલીલો કરી હતી. આરોપીને કડક સજા કરવા આ ગુનો બાળકો વિરુધ્ધનો, સમાજ વિરુધ્ધનો, નીતિમત્તાના ધોરણો વિરુધ્ધનો અને નૈતિકતા વિરુધ્ધનો હોઇ હાલમાં સમાજમાં રોજબરોજ આ પ્રકારની ઘટના બની રહી છે. તેથી આરોપીને પુરેપુરી સજા કરવા દલીલ કરી હતી. અદાલતે તમામ કલમ હેઠળ આરોપીને કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સજા ફટકારી હતી.
આ પણ વાંચો --- VADODARA : સાવલીની ટોરેસીડ કંપનીમાં ભીષણ આગ, કારણ અકબંધ


