Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડ્રેનેજની કામગીરી દરમિયાન ક્રેન પલટી, મોટી દુર્ઘટના ટળી

VADODARA : પાલિકાની વચ્ચે સવારના સમયે તક્ષ કોમ્પલેક્ષ પાસે આવેલી દુકાનો ચાલુ રહેતી હોય છે. અને તેમાં ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા હોય છે.
vadodara   ડ્રેનેજની કામગીરી દરમિયાન ક્રેન પલટી  મોટી દુર્ઘટના ટળી
Advertisement

VADODARA : વડોદરાના વાસણા રોડ (VASNA ROAD - VADODARA) વિસ્તારમાં ડિ- માર્ટ જંક્શન પરનો ટ્રાફિક હળવો કરવા માટે ઓવર બ્રિજની કામગીરી પૂર્વે ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ગતરાત્રે તક્ષ કોમ્પલેક્ષ પાસે ડ્રેનેજની કામગીરી કરતી ક્રેન પલટી ગઇ (CRANE TURNED DURING DRAINAGE WORKS - VADODARA) હતી. ઓવરલોડ હોવાના કારણે આ ક્રેન પલટી હોવાનો અંદાજ છે. રાત્રીના સમયે આ ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના સ્થળ પાસેના કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે દુકાનો આવેલી છે, મોટા ભાગની દુકાનો સવારના સમયે ખુલ્લી હોય છે. તે સમયે આ ઘટના ઘટી હોત તો પરિસ્થિતીની કલ્પના કરવી મુશ્કેલ છે.

Advertisement

મોટા મોટા પાઇપો જમીનમાં ઉતારવા માટે ક્રેઇનની મદદ લેવાઇ રહી છે

વડોદરા શહેરના વાસણા રોડ પર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડિ-માર્ટ જંક્શન પર ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓવર બ્રિજની કામગીરી પુરજોશમાં શરૂ થાય તે પહેલા પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મનીષા ચોકડીથી ડિ માર્ટ તરફ જતો તક્ષ કોમ્પલેક્ષ પાસેનો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ડ્રેનેજ લાઇનના મોટા મોટા પાઇપો જમીનમાં ઉતારવા માટે ક્રેનની મદદ લેવાઇ રહી છે. આ વચ્ચે સવારના સમયે તક્ષ કોમ્પલેક્ષ પાસે આવેલી દુકાનો ચાલુ રહેતી હોય છે. અને તેમાં ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા હોય છે.

Advertisement

રસ્તો બંધ કરીને અન્ય બે ક્રેઇનની મદદ લેવામાં આવી

દરમિયાન ગતરાત્રે તક્ષ કોમ્પલેક્ષ પાસે ડ્રેનેજની કામગીરી સમયે ઓવર લોડ થતા ક્રેન પલટી ગઇ હતી. મસમોટી ક્રેઇન પલટી તે સમયે આસપાસની દુકાનો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. આ ઘટના સમયે ક્રેઇનમાં ઓપરેટર હાજર હતો. પલટી જતા તેનો આબાદ બચાવ થયો છે. આ સાથે જ પલટી મારી ગયેલી ક્રેનને ઉભી કરવા માટે બીજી બાજુ તરફનો રસ્તો બંધ કરીને અન્ય બે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. આખરે મોડી રાત્રે પલટી ગયેલી ક્રેનને સીધી કરવામાં સફળતા મળી હતી. સ્થાનિકોની માંગ છે કે, આ કામગીરી લાંબો સમય ચાલે તેમ છે, ત્યારે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તેવા વિશેષ પ્રયાસો પાલિકા દ્વારા કરવા જોઇએ.

આ પણ વાંચો --- VADODARA : કેનેડાના વિઝા અપાવવાના બહાને ભાણીયાએ મામાને ચૂનો ચોપડ્યો

Tags :
Advertisement

.

×