Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : માથાભારે ગેંગનો આતંક ડામવા ગુજસીટોકનું શસ્ત્ર ઉગામતી ક્રાઇમ બ્રાન્ચ

VADODARA : ઘાક ઉભી કરવા માટે હથિયારો વડે ખુનની કોશિશ, અપહરણ, ચોરી, લૂંટ, ધાડ, જાનથી મારી નાંખવાની ધમકી, મારામારી જેવા કુલ 164 જેટલા ગુનાઓ આચર્યા
vadodara   માથાભારે ગેંગનો આતંક ડામવા ગુજસીટોકનું શસ્ત્ર ઉગામતી ક્રાઇમ બ્રાન્ચ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ખુનની કોશિશ, ખંડણી, લૂંટ, મારામારી, ચોરી ધાક-ધમકી, સહિતના ગુનાઓ આચરનારા હુસૈન સુન્ની સહિતના પોણો ડઝન આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. પોલીસે તમામ વિરૂદ્ધ ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organized Crime Act 2015 (GUJCTOC) અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આમ, કાસમઆલા ગેંગના નામથી આતંક મચાવતી ટોળકી હવે અંત તરફ વળી રહી હોય તેમ લાગી રહ્યું છે.

164 જેટલા ગુનાઓ આચરીને ભયનું વાતાવરણ ઉભુ કર્યું

વડોદરા શહેરના કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતો મુખ્ય આરોપી હુસૈન કાદરમીયા સુન્ની અને અન્ય આરોપીઓએ સાથે મળીને કાસમઆલા ગેંગ નામની સંગઠિય ગુના આચરતી ટોળકી બનાવી હતી. તેમના દ્વારા વિતેલા 10 વર્ષમાં એકલા તથા સાથે મળીને ગુનાઓ આચરવામાં આવતા હતા. આ ટોળકી વડોદરામાં પોતાની ઘાક ઉભી કરવા માટે હથિયારો વડે ખુનની કોશિશ, અપહરણ, ચોરી, લૂંટ, ધાડ, બળજબરીથી પડાવી લેવું, જાનથી મારી નાંખવાની ધમકી, મારામારી જેવા કુલ 164 જેટલા ગુનાઓ આચરીને ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું.

Advertisement

છેલ્લા 10 વર્ષમાં બે કે તેથી વધુ 72 ગુનાઓ દાખલ થયા

આરોપીઓના ગુનાહિત ઇતિહાસના કારણે નાગરિકો ડરના માર્યા તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવાનું ટાળતા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. આરોપીઓ દ્વારા જુગાર અને ઇંગલીશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. તમામ વિરૂદ્ધ ગુજસીટોકની પરિભાષાની જોગવાઇ મુજબ છેલ્લા 10 વર્ષમાં બે કે તેથી વધુ 72 ગુનાઓ દાખલ થયા છે. આ ગુનાઓમાં પુરતા પુરાવા મળતા તપાસના અંતે ચાર્જશીટ દાખલ કરીને કોર્ટમાં મોકલવામાં આવી છે.

Advertisement

તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી એચ. એ. રાઠોડને સોંપાઇ

1, જાન્યુઆરી - 2019 બાદ આ ટોળકીના સભ્યો દ્વારા ગુનાખોરી ચાલુ રાખવામાં આવી હતી. તાજેતરમાં આ ટોળકીના ત્રણ માથાભારેના વિરૂદ્ધમાં કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર. જી. જાડેજા દ્વારા આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ આપવામાં આવી છે. જેની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી એચ. એ. રાઠોડ કરી રહ્યા છે.

આરોપીઓના નામ અને ગુનાની વિગત

  1. હુસૈનમીયા કાદરમીયા સુન્ની (ઉં. 39) (રહે. કાસમઆલા કબ્રસ્તાન, વડોદરા) ની સામે ખુનની કોશિશ, રાયોટીંગ, લૂંટ, ખંડણી, પ્રોહી, જુગાર સહિતના 69 ગુનાઓ નોંધાયા છે. તેને 8 વખત પાસા અને 2 વખત હદપાર કરવામાં આવ્યો છે. હાલ તે ખંડણી કેસમાં રિમાન્ડ પર છે.
  2. અકબર કાદરમીયા સુન્ની (ઉં. 32) (રહે. કાસમઆલા કબ્રસ્તાન, વડોદરા) ની સામે ખુનની કોશિશ, રાયોટીંગ, લૂંટ, ખંડણી, પ્રોહી, જુગાર સહિતના 30 ગુનાઓ નોંધાયા છે. તેને 5 વખત પાસા અને 3 વખત હદપાર કરવામાં આવ્યો છે. હાલ તે ખંડણી કેસમાં રિમાન્ડ પર છે.
  3. શાહીદ ઉર્ફે ભૂરીયો જાકીરભાઇ શેખ (ઉં. 28) (રહે. હુજરત ટેકરા, વડોદરા) ની સામે રાયોટીંગ, ચોરી, પ્રોહી, અને મારા મારીના 15 ગુનાઓ નોંધાયેલા છે. તેને એક વખત પાસા કરવામાં આવ્યા છે. હાલ તેની અટકાયત કરવામાં આવી છે.
  4. વસીમખાન યુસુફખાન પઠાણ (ઉં.38) (રહે. કાસમઆલા કબ્રસ્તાન, વડોદરા) ની સામે ડીકીમાંથી રૂપિયા ચોરવા, હથિયાર રાખવા સહિતના 19 ગુનાઓ નોંધાયેલા છે. તેને એક વખત પાસા કરવામાં આવ્યા છે. હાલ તેની અટકાયત કરવામાં આવી છે.
  5. સિકંદર કાદરમીયા સુન્ની (ઉં. 26) (રહે. કાસમઆલા કબ્રસ્તાન, વડોદરા) ની સામે રાયોટીંગ, લૂંટ, મારામારી, હદપાર હુકમ ભંગ સહિતના 22 ગુનાઓ નોંધાયા છે. તેને એક વખત પાસા અને એક વખત હદપાર કરવામાં આવ્યો છે. હાલ તે ખુનની કોશિશના ગુનામાં જેલમાં છે.
  6. હસન ઉર્ફે ઝાંઝર કાદરમીયા સુન્ની (ઉં. 28) (રહે. મન્સુરી કબ્રસ્તાન, વડોદરા) ની સામે રાયોટીંગ, લૂંટ, ખંડણી અને મારામારી સહિતના 22 ગુનાઓ નોંધાયેલા છે. તેને બે વખત પાસા કરવામાં આવ્યા છે. હાલ તેની અટકાયત કરવામાં આવી છે.
  7. મોહંમદઅલીમ સલીમખાન પઠાણ (ઉં. 28) (રહે. મન્સુલી કબ્રસ્તાન, વડોદરા) સામે લૂંટ, ચોરી, પ્રોહી, જુગાર સહિતના 9 ગુનાઓ નોંધાયેલા છે. તેને એક વખત પાસા કરવામાં આવ્યા છે. હાલ તે ખંડણી કેસમાં રિમાન્ડ પર છે.
  8. સુફીયાન સિકંદર પઠાણ (ઉં. 24) (રહે. પાંજરીગર મહોલ્લો, વડોદરા) ની સામે ખુનની કોશિશ, મારામારી, હથિયાર રાખવા, પ્રોહી સગિતના 11 ગુનાઓ નોંધાયેલા છે. તેને એક વખત પાસા કરવામાં આવ્યા છે. હાલ તેની અટકાયત કરવામાં આવી છે.
  9. ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયા શેખ (ઉં. 31) (રહે. હાથીખાના, વડોદરા) સામે લૂંટ, ખંડણી, ચોરી, મારામારી, જુગાર સહિતના 19 કેસ નોંધાયેલા છે. તેને 5 વખત પાસા કરવામાં આવ્યા છે. હાલ તેની અટકાયત કરવામાં આવી છે.

    આ પણ વાંચો -- VADODARA : ગુનાખોરીમાં અડધી સદી વટાવી ચૂકેલા રીઢા આરોપીને દબોચતી ક્રાઇમ બ્રાન્ચ

Tags :
Advertisement

.

×