Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : નકલી PSI બની વાપીના જ્વેલરને છેતરનાર ગઠિયો દબોચતી ક્રાઇમ બ્રાન્ચ

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમો ગુનાખોરી ડામવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. દરમિયાન પીએસઆઇની ટીમે બાતમીના આધઆરે મકરપુરા એસટી ડેપો પાસેથી અભિષેક કાંતિભાઇ પટેલ (ઉં. 39) (રહે. કુંજ રેસીડેન્સી, આલમગીર, વડોદરા) (મુળ રહે. જસાપર, કાલાવડ,...
vadodara   નકલી psi બની વાપીના જ્વેલરને છેતરનાર ગઠિયો દબોચતી ક્રાઇમ બ્રાન્ચ
Advertisement

VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમો ગુનાખોરી ડામવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. દરમિયાન પીએસઆઇની ટીમે બાતમીના આધઆરે મકરપુરા એસટી ડેપો પાસેથી અભિષેક કાંતિભાઇ પટેલ (ઉં. 39) (રહે. કુંજ રેસીડેન્સી, આલમગીર, વડોદરા) (મુળ રહે. જસાપર, કાલાવડ, જામનગર) ને શોધી કાઢ્યો હતો. આરોપી વલસાડ જિલ્લાના વાપી જીઆઇડીસી પોલીસ મથક (VAPI GIDC POLICE STATION) માં થખોટી ઓળખ બતાવી ઠગાઇ કરવા અંગેના ગુનામાં સંડોવાયેલા હોવા અંગેની ખરાઇ કરવામાં આવી હતી. વાપી જીઆઇડીસી પોલીસ પણ આરોપીની શોધખોળમાં હતી. આ અંગે તેઓને જાણ કરીને આરોપી સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

એક સ્ત્રીને અમે પકડી છે, જે નાની-મોટી ચોરી કરે છે

આરોપી અભિષેક પટેલ સામે વાપી પોલીસ મથકના હદ વિસ્તારમાં જ્વેલરી શોપ ધરાવતા ભોગબનનારે ફરિયાદ નોંધાવી હતી. આરોપી અભિષેક પટેલે ફરિયાદીને ફોન કરીને પોતે પીએસઆઇ અર્જુનસિંહ ઝાલા, વડોદરાથી બોલું છું જણાવ્યું હતું. વધુમાં તેણે કહ્યું કે, એક સ્ત્રીને અમે પકડી છે. જે નાની-મોટી ચોરી કરે છે. અને તેણીએ તમારી દુકાને સાડાપાંચ ગ્રામની સોનાની ચેઇન રૂ. 29,500 માં ડિસેમ્બર માસમાં વેચેલી છે. તેવી કબુલાત કરી છે. જો તમે રૂ. 29,500 આપી દો તો હું કેસ ક્લોઝ કરી દઇશ. અને જો તમે રૂપિયા નહીં આપો તો હું તમારી દુકાન પર ટીમ મોકલું છું.

Advertisement

પત્નીના એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવ્યા

બાદમાં ફરિયાદી ડરી ગયા હોવાથી તેમણે બે ટ્રાન્ઝેક્શન થકી પૈસા મોકલી આપ્યા હતા. ત્યાર બાદ આરોપીએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. જેથી ફરિયાદી છેતરાયા હોવાની લાગણી અનુભવતા તેમણે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આરોપી દ્વારા પોતાના નામથી મેળવેલા મોબાઇલ પરથી ફોન કર્યો હતો. અને તેની પત્નીના એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવ્યા હોવાનું વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવવા પામ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : લાવારીસ બેગ મળતા ચકચાર, પોલીસ સાથે વિવિધ સ્કવોર્ડ દોડી આવી

Tags :
Advertisement

.

×