Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બુકાની ધારણ કરી જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી ગેંગ ઝબ્બે

VADODARA : આરોપીઓએ દાગીના તરસાલી ખાતેના માનસી જ્વેલર્સ, સાવલી ખાતેની જ્વેરલર્સની શોપ, તથા માંડવીના લાડલા જ્વેલર્સમાંથી ચોરી કર્યાનું જણાવ્યું
vadodara   બુકાની ધારણ કરી જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી ગેંગ ઝબ્બે
Advertisement

VADODARA : વિતેલા કેટલાક દિવસથી વડોદરા તથા આસપાસમાં બુકાની ધારણ કરીને આવેલા તસ્કરોએ જ્વેલરી શોપમાં હાથફેરો કરીને તરખાટ મચાવ્યો હતો. આ કિસ્સોના મૂળ સુધી પહોંચવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમો કામે લાગી હતી. જેમાં આજે મોટી સફળતા મળવા પામી છે. આજે રીઢા આંતરરાજ્ય તસ્કર સહિત બે ને શોધી કાઢવામાં આવ્યા છે. બંને પાસેથી રૂ. 19 લાખની કિંમતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીને પગલે ઘરફોડ અને વાહનચોરીના 13 જેટલા ગુનાઓ ઉકેલાયા છે.

Advertisement

વડોદરા તથા આસપાસમાં અવર-જવર કરતો હોવાની ખબર મળી

ઘરફોડ ચોરી તથા અન્યત્રે હાથફેરાના કિસ્સા સામે આવતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો એક્ટીવ થઇ હતી. અને દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો સતપાલસિંગ ક્રિપાલસિંગ જુની (રહે. વડનગર) અને તેના સાગરીતો શંકાના દાયરામાં આવ્યા હતા. બાદમાં તપાસ કરતા તે વડનગરમાં નહીં રહેતો હોવાની ખરાઇ થઇ હતી. અને તે વડોદરા તથા આસપાસમાં અવર-જવર કરતો હોવાની ખબર મળી હતી.

Advertisement

ત્રણેય પાસેથી રોકડાં, ચાંદીના દાગીના મળી આવ્યા

તેવામાં બાતમી મળી કે, સતપાલસિંગ ચોરીની બાઇક સાથે મુદ્દામાલ વેચવાની ફીરાકમાં ફરી રહ્યો છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચી હતી. સ્થળ પરથી એક બાઇક અને એક કાર મળી આવ્યા હતા. ત્યાં જઇને અટકાયત કરીને પુછપરછ કરતા ત્રણેયે પોતાની ઓળખ મનીષકુમાર જયંતિલાલ સોની (રહે. ડેરા ફળિયા, અંબેમાતાના મંદિર પાસે, દંતેશ્વર, વડોદરા), સતપાલસિંગ ક્રિપાલસિંગ સરદાર (રહે. વડનગર, મહેસાણા) અને અર્જુનસિંગ જંગસિંગ ટાંક (રહે. લક્ષ્મીપુરા ગામ, વડોદરા) હોવાનું આપ્યું હતું. ત્રણેય પાસેથી રોકડાં, ચાંદીના દાગીના મળી આવ્યા હતા.

મનીષ સોની આ દાગીના ઓછા ભાવે લેવા માટે આવ્યો હતો

જેની માલિકી વિશે પુછતા તે કંઇ સંતોષકારક જવાબ આપી શક્યા ન્હતા. બાદમાં ટીમને વધુ શંકા જતા કડકાઇ દાખવવામાં આવવી હતી. જેથી બે રીઢા આરોપીઓએ દાગીના તરસાલી ખાતેના માનસી જ્વેલર્સ, સાવલી ખાતેની જ્વેરલર્સની શોપ, તથા માંડવીના લાડલા જ્વેલર્સમાંથી ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું. મનીષ સોની આ દાગીના ઓછા ભાવે લેવા માટે આવ્યો હતો. બાદમાં ચાંદીના દાગીનાનું વજન કરતા 17 કિલો ઉપરાંતનું થવા પામ્યું હતું. જેની કિંમત રૂ. 12.92 લાખ આંકવામાં આવી રહી છે. વિતેલા 6 માસમાં આરોપીઓએ અનેક કાર, બાઇક તફડાવીને તેનો ઉપયોગ ચોરીમાં કર્યો હોવાનું સપાટી પર આવ્યું હતું. આરોપીઓ પાસેથી કિંમતી મુદ્દામાલ સહિત ચોરીની બાઇક-કાર મળીને કુલ રૂય 19.05 લાખની કિંમતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

13 ગુનાઓ આચર્ચા હોવાનું ખુલ્યું

આરોપીઓની પુછપરછમાં તેમણે વડોદરાના ગોરવા, મકરપુરા, વાડી, સીટી, જે. પી. રોડ, અકોટા તેમજ ગ્રામ્યના સાવલી અને ગોધરામાં કુલ મળીને 13 ગુનાઓ આચર્ચા હોવાનું ખુલ્યું હતું. બાદમાં આ અંગે પોલીસ મથકમાં વધુ જાણ કરીને તેમને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો -- VADODARA : નશામાં ચૂર બનીને ભાન ભૂલેલો નાયબ મામલતદાર ફરજ મોકૂફ કરાયો

Tags :
Advertisement

.

×