VADODARA : ચાલતી જતી મહિલાના હાથમાંથી પર્સ ઝૂંટવનાર રીઢો આરોપી ઝબ્બે
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના ન્યુ વીઆઇપી રોડ પર ચાલતી નજી મહિલાના હાથમાં રાખેલા પર્સની લૂંટ કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પેટ્રોલીંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમને જોતા જ ભાગવા જતા રીઢા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. અને તેની પાસેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ રિકવર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને કોર્ડન કરીને દબોચી લીધો
તાજેતરમાં નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પાણીગેટ હરણખાના રોડ પર એક શખ્સ બાઇક જોડે હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોતા જ તે બાઇક ચાલુ કરીને ભાગવાની ફિરાકમાં હતો. તેવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને કોર્ડન કરીને દબોચી લીધો હતો. બાદમાં તેની પુછપરછ કરવામાં આવી હતી. તેણે પોતાનું નામ અજય ઉર્ફે અજલો ઉર્ફે કાળીબોટી કમલેશ રાજપુત (રહે. રામ નગર, આજવા રોડ) હોવાનું જણાવ્યું હતું.
મહિલાના હાથમાંથી ઝૂંટવેલા પર્સમાંથી મેળવ્યો બોવાનું કબુલ્યું
બાતમાં તેની અંગઝડતી કરતા તેની પાસેથી ફોન મળી આવ્યો હતો. જે અંગે તે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યો ન્હતો. બાજમાં તેની આકરી ઢબે પુછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો. અને આ ફોન તેણે તેના સાગરીત જોડે મળીને મહિલાના હાથમાંથી ઝૂંટવેલા પર્સમાંથી મેળવ્યો બોવાનું કબુલ્યું હતું. આ મામલે આરોપીને બાપોદ પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
તે 25 દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલો આરોપી અજય રાજપુત વાહનચોરી અને મોબાઇલ ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે. અગાઉ તેને બાપોદ પોલીસ મથકના હદ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. જે મામલે તે વડોદરાની જેલમાં પણ જઇ આવ્યો છે. તે 25 દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો છે. અને તેણે ફરી પોતાની કરતુતો શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો -- VADODARA : પત્ની જોડે ઝઘડો થયા બાદ પતિએ ભગવાનની મૂર્તિ ખંડિત કરી


