VADODARA : તાંત્રિક વિધી કરી પૈસા ડબલ કરવાના ઝાંસામાં લઇને લૂંટતી ગેંગ સકંજામાં
VADODARA : વડોદરા શહેર તથા ગ્રામ્ય (VADODARA CITY - RURAL) માં વિતેલા કેટલાય વખતથી ધાર્મિક વિધિના નામે એક કા ડબલ અથવા તો દસ ગણા પૈસા કરી આપવાની લાલચે ઠગાઇના કિસ્સાઓ (MONEY FRAUD CASE - VADODARA) સામે આવી રહ્યા હતા. વધતા કિસ્સાઓને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સફળતા મળી છે.
પૈસાનો ભાગ પાડવા માટે મળેલા 6 લોકો કંઇક કરી રહ્યા હતા
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ ગેંગ નવલખી મેદાન ખાતે ભેગી થઇ હોવાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. તેવામાં ઠગાઇ કરીને મેળવેલા પૈસાનો ભાગ પાડવા માટે મળેલા 6 લોકો કંઇક કરી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમોને જોતા જ સ્થળ પર નાસભાગ મચી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ કોર્ડન કરીને તમામને દબોચી લીધા હતા.
6 જેટલા ગુના આચર્યા હોવાનું કબુલ્યું
આરોપીઓ પાસેથી મોરના છાપવાળી રૂ. 10 ની ચાર નોટ, રોકડા રૂ. 6.75 લાખ, બાઇક મળીને કુલ રૂ. 8.57 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તમામની કડકાઇપૂર્વક પુછપરછ કરતા તેમણે રાવપુરા, કપુરાઇ, મકરપુરા, વાડી, તેમજ ગ્રામ્યમાં મંજુસર, છોટાઉદેપુરના બોડેલી પોલીસ મથકની હદમાં મળીને 6 જેટલા ગુના આચર્યા હોવાનું કબુલ્યું હતું.
ઉપરોક્ત કાર્યવાહીમાં નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરવામાં આવી
- પ્યારેસાબ ઉર્ફે પ્યારો ઉર્ફે ભૂરો ઉર્ફે રાજુ જીવાભાઇ રાઠોડ (રહે. ભોજ, પાદરા, વડોદરા)
- કાળુભાઇ ઉર્ફે અશોકભાઇ ફતેસિંગ સોલંકી (રહે. એકતાનગર, કિસ્મત ચોકડી પાસે, તાંદલજા, વડોદરા)
- ઇરફાન ઉર્ફે મહેશ મુસ્તફા દિવાન (રહે. કોઠિયાપુરા, તાંદલજા, વડોદરા)
- ફિરોજ ઉર્ફે લાલો ફતેસિંગ સોલંકી (રહે. ભોજ, પાદરા)
- મકબુલશા અબ્દુલશા દિવાન (રહે. ગડબોરીયાદ, નવીનગરી, છોટાઉદેપુર)
- અનવરભાઇ કરીમભાઇ ગરાસીયા (રહે. નવાપુરા, કુંભારવાડા, વડોદરા)
આરોપીઓ પૈકી ફરોજ સોલંકી સામે પાદરામાં, મકબુલ દિવાન સામે શિનોરમાં અને અવનર ગરાસીયા સામે ડભોઇ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
ઉપરોક્ત પકડાયેલા આરોપીઓ ગુનો કરવા માટે વધુ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. પોતે ખોટા નામ ધારણ કરીને રૂ. 10 ની મોર છાપવાળી નોટ, ત્રણ આઠડા વાળી નોટ, તેમજ માતાજીના સિક્કા પર તાંત્રિક વિધી કરીને એક રૂપિયાના ડબલ તેમજ દસ ગણા કરનવાની લાલચ આપતા હતા. કોઇ શખ્સ તેમની જાળમાં ફસાય કે તેને અવાવરૂ જગ્યાએ લઇ જઇને તાંત્રિક વિધીનો ડોળ કરીને, પૈસા ડબ્બામાં મુકાવીને રૂપિયાવાળો ડબ્બો બદલી નાંખવામાં આવતો હતો. અને તેના બદલે નાળિયેર વાળો ડબ્બો પધરાવી દેવામાં આવતો હતો. આ કાર્ય પૂરુ પાડવા માટે ગેંગનો જ એક માણસ રૂ. 10 ની મોર છાપવાળી, ત્રણ આઠડા વાળી નોટ નાગરિકો સુધી ગમે તે રીતે પહોંચાડતો હતો.
આ પણ વાંચો -- VADODARA : ખંડણી માંગવા યુવકનું અપહરણ કરીને નગ્ન વીડિયો ઉતાર્યો, ત્રણ ઝબ્બે


