VADODARA : પતિ હોવા છતાં મહિલાએ પોતાને વિધવા ગણાવી મોટી ઠગાઇ કરી
VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલબાઝ મહિલાને દબોચી લેવામાં આવી છે. મહિલા દ્વારા પતિ હોવા છતાં પોતાને વિધવા ગણાવીને મોટી ઠગાઇ આચરવામાં આવી હતી. ત્યાર બાદ તેના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાતા તે વિતેલા 11 મહિનાથી નાસતી ફરતી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહિલાને દબોચીને વારસીયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. (VADODARA CRIME BRANCH NABBED WOMAN INVOLVED IN MONEY FRAUD)
બાતમીના આધારે પોલીસે મહિલાને દબોચી લીધી
મોટા ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સતત પ્રયત્નશીલ હોય છે. તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી કે, બીનાબેન દિપકભાઇ સોની (રહે. વડોદરા) નેશનલ હાઇવે, કપુરાઇ ચાર રસ્તા પાસે છે. ત્યાં જઇને પોલીસે મહિલાને શોધી કાઢીને તેની અટકાયત કરી હતી. જે બાદ મહિલાની પ્રાથમિક પુછપરછ કરવામાં આવી હતી.
ચુકાદો પોતાની તરફેણમાં આવ્યા બાદ ઠગાઇ આચરી
જેમાં જાણવા મળ્યું કે, મહિલા નાસતા-ફરતા હતા. તેના વિરૂદ્ધ વારસીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. મહિલાએ પોતાના પતિ હયાત હોવા છતાં તે વિધવા છે તેવી ઓળખ આપી હતી. અને સાસરીપક્ષ સાથે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી ચુકાદો પોતાની તરફેણમાં આવ્યા બાદ ઠગાઇ આચરી હતી. જેમાં પૈસા ડબલ કરી આપવાનું કહી, તેમજ વિધવાનું સર્ટીફીકેટ કોર્ટમાં રજુ કરવા તેમજ કોર્ટમાં જમા નાણાં સંદર્ભે ઇન્કમટેક્સમાં નાણાં ભરવાના અલગ અલગ બહાને ફરિયાદી પાસેથી રૂ. 75.60 લાખની રકમ સાગરીતો સાથે મળીને પડાવી લીધી હતી. બાદમાં મહિલાએ પૈસા આપવાની વાતે હાથ અદ્ધર કરી દીધા હતા.
આ પણ વાંચો --- VADODARA : ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં ભાજપ અગ્રણીના પુત્ર સહિત 4 સામે ફરિયાદ


