Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કુખ્યાત કલ્પેશ કાછિયાને દમણથી દબોચતી PCB

VADODARA : કલ્પેશ કાછિયો કુખ્યાત છે. તેની સામે 20 જેટલા ગુનાઓ દાખલ થયા છે. તેને 5 વખત પાસા પણ થયા છે. - લીના પાટીલ IPS
vadodara   કુખ્યાત કલ્પેશ કાછિયાને દમણથી દબોચતી pcb
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) માં ફ્રુટના વેપારીએ વ્યાજે લીધેલા પૈસા ચૂકવ્યા બાદ પણ તેની પાસેથી કડક ઉઘરાણી કરવામાં આવતા તેણે વ્યાજખોર સામે ફિનાઇલ પી ને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ બાદ વ્યાજખોરની અટકાયત બાદ પુછપરછ કરવામાં આવતા કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કાછિયાનું (VADODARA CRIMINAL KALPESH KACHIYA) નામ સપાટી પર આવ્યું હતું. વ્યાજખોરીની ફરિયાદ બાદ 15 થી વધુ દિવસથી ફરાર કલ્પેશ કાછિયાને દમણથી પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PREVENTION OF CRIME BRANCH - PCB, VADODARA) ની ટીમો દબોચી લાવી છે. અને તેના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા પોલીસે બરાબર સર્વિસ કરતા કલ્પેશ કાછિયાના ચાલવાના પણ ઠેકાણા રહ્યા ન્હતા.

Advertisement

આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી

વડોદરાનો કુખ્યાત કલ્પેશ કાછિયો અગાઉ ખુન અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાઇ ચુક્યો છે. તાજેતરમાં પોલીસ ચોપડે ચઢેલા એક વ્યાજખોરીના કિસ્સામાં કલ્પેશ કાછિયાનું નામ ખુલ્યું હતું. ત્યાર બાદથી તે ફરાર હતો. દરમિયાન કલ્પેશ કાછિયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી, જેને અત્રેની કોર્ટે ફગાવી દીધી હતી. આ વચ્ચે કલ્પેશ કાછિયા વિરૂદ્ધ લુક આઉટ નોટીસ પણ પોલીસે ઇશ્યુ કરી હતી.

Advertisement

શોધવા અલગ અલગ ટીમો કામે લાગી હતી

તેવામાં ગતમોડી રાત્રે કલ્પેશ કાછિયાને વડોદરા પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ દમણથી દબોચી લીધો છે. અને તેને વડોદરા લાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે વડોદરાના અધિક પોલીસ કમિશનર લીના પાટીલે (LEENA PATIL - IPS) મીડિયાને જણાવ્યું કે, 2 ડિસે. ના રોજ શહેરના નવાપુરા પોલીસ મથકમાં વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સંતોષ ભાવસાર સામે ફરિયાદ નોંધાઇ હતી. આ મામલાની તપાસમાં નામચીન કલ્પેશ કાછિયાનું નામ ખુલ્યું હતું. તે 15 દિવસથી નાસતો ફરતો હતો. તેને શોધવા અલગ અલગ ટીમો કામે લાગી હતી. પીસીબીની ટીમે તેને દમણથી દબોચી લીધો છે. હાલ તેની પુછપરછ ચાલુ છે. કલ્પેશ કાછિયો કુખ્યાત છે. તેની સામે 20 જેટલા ગુનાઓ દાખલ થયા છે. તેને 5 વખત પાસા પણ થયા છે.

ગુનાના સપોર્ટીવ એવીડન્સ મેળવવામાં આવશે

વધુમાં ઉમેર્યું કે, કલ્પેશ કાછિયાના ઇતિહાસને ધ્યાને રાખીને ફરિયાદીને તેણે કેટલા રૂપિયા આપ્યા હતા, સહિતના મુદ્દાઓને ધ્યાને રાખીને ગુનાના સપોર્ટીવ એવીડન્સ મેળવવામાં આવશે. સાથે જ અન્ય કોઇ ભોગબનનારની તપાસ પણ કરાશે.

આ પણ વાંચો -- VADODARA : હિટ એન્ટ રન : BMW ની અડફેટે વૃદ્ધનું મોત, 24 દિવસે બિલ્ડરનો પુત્ર ઝડપાયો

Tags :
Advertisement

.

×