Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હુમલાખોર મગરનું મોડી રાત્રે રેસ્ક્યૂ કરાયું

VADODARA : ઘટનાના બે દિવસમાં જ મગરનું રેસ્ક્યૂ કરી લીધું છે. માનવ અને મગર વચ્ચેની ઘર્ષણની ઘટનાઓ અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા.
vadodara   હુમલાખોર મગરનું મોડી રાત્રે રેસ્ક્યૂ કરાયું
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા હંસાપુરામાં તાજેતરમાં મહિલા અને મગર વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ વન વિભાગ અને એનિમલ રેસ્ક્યૂ કરતી સંસ્થા દ્વારા હુમલાખોર મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ મગર 11 ફૂટનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મગરને રાત્રીના સમયે સલામત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. માનવ અને મગર વચ્ચે ઘર્ષણની ઘટનાઓ ટાળી શકાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. (ATTACKER CROCODILE RESCUE AFTER TWO DAYS - VADODARA)

બે દિવસ એનિમલ રેસ્ક્યૂની સંસ્થા સાથે વોચ ગોઠવવામાં આવી

વડોદરામાં મગર અને માનવ વસ્તી નજીક નજીકમાં વસવાટ કરે છે. ક્યારેક બંને વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવે છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યમાં આવતા હંસાપુરા ખાતે મગરે મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું. અને બે દિવસ એનિમલ રેસ્ક્યૂની સંસ્થા સાથે વોચ ગોઠવવામાં આવી હતી. જે બાદ મોડી રાત્રે 11 ફૂટના મહાકાય મગરનું સલામત રેસ્ક્યૂ કરીને તેને વન વિભાગને સોંપવામાં આવ્યો છે.

Advertisement

માનવ અને મગર વચ્ચેની ઘર્ષણની ઘટનાઓ અટકાવવાનું પગલું

એનિમલ રેસ્ક્યૂઅર હેમંત વઢવાણાએ મીડિયાને જણાવ્યું કે, ગઇ કાલે રાત્રે 4 વાગ્યે અમે હંસાપુરા ગામેથી 11 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યૂ કર્યું છે. તાજેતરમાં આ સ્થળે મહિલા પર મગરના હુમલાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના બે દિવસમાં જ અમે મગરનું રેસ્ક્યૂ કરી લીધું છે. માનવ અને મગર વચ્ચેની ઘર્ષણની ઘટનાઓ અટકાવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. આ મગરનું રેસ્ક્યૂ કરીને તેને વાઘોડિયા વન વિભાગમાં સોંપી દેવામાં આવ્યો છે. અમારી ટીમે તેનું રેસ્ક્યૂ કર્યું છે, હવે આગળ તેને ક્યાં રાખવો તેનો નિર્ણય વન વિભાગ દ્વારા કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : સીલ કરેલો અનાજનો જથ્થો સડી જતા સુધી કોઇએ ધ્યાન ના આપ્યું

Tags :
Advertisement

.

×