VADODARA : વધુ એક મગરનો મૃતદેહ મળી આવતા ચકચાર
VADODARA : વડોદરા (VADODARA) ના આરાધના ટોકીઝ પાછળથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER - VADODARA) ની કોતરમાંથી મગરનો મૃતદેહ મળી આવ્યો છે. વિતેલા મહિનામાં આ મગરના મૃતદેહ (CROCODILE DIES - VADODARA) મળવાની પાંચમી ઘટના હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. મગરને મૃતદેહ મળતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. હાલમાં જ વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારવા માટે નદીને સાફ અને પહોળી કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે આ કામગીરી દરમિયાન મગરના બાસ્કિંગ પોઇન્ટ તબાહ થયા હોવાનો આરોપ તંત્ર સામે લગાડવામાં આવી રહ્યો છે.
મગરના બાસ્કીંગ પોઇન્ટ તબાહ થઇ રહ્યા હોવાની રાવ
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ નદીને ઉંડી-પહોળી તથા સ્વચ્છ કરવાની કામગીરી હાથમાં લેવામાં આવી છે. જે અંતર્ગત નદીમાં 50 જેટલા સ્થળોએ મશીનરી ઉતારી શકાય, તેવા રેમ્પ બનાવવામાં આવી રહ્યા છે. આ રેમ્પ નદી કિનારે જ્યાં મગરને વસવાટ છે, તેની આસપાસ બનતા હોવાથી મગરના બાસ્કીંગ પોઇન્ટ તબાહ થઇ રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે. દરમિયાન વિતેલા એક મહિનામાં મગરનો મૃતદેહ મળી આવવાની પાંચમી ઘટના આજે સામે આવી છે. જેને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે. મગર વાઇલ્ડ લાઇફ એક્ટ અંતર્ગત આરક્ષિત હોવાના કારણે તેના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવનાર છે.
મગરની હાજરીવાળા વિસ્તારમાં ફેન્સીંગ કરી દેવું જોઇએ
વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારે મીડિયાને જણાવ્યું કે, પોસ્ટ મોર્ટમ પછી જ મગરના મૃત્યુનું કારણ મળી રહ્યું નથી. વિશ્વામિત્રી નદી પ્રદુષિત થવાના કારણે આમ થયું, અથવા તો મગરના બાસ્કીંગ પોઇન્ટ નષ્ટ થવાના કારણે આમ થઇ રહ્યું છે, તેની ઝીણવટભરી તપાસ થવી જોઇએ સાથે જ તે વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જેસીબી મશીન ઉતારીની નદી કાંઠે જે કામગીરી કરવામાં આવી રહી છે, તે બંધ થવું જોઇએ. વિશ્વામિત્રી નદીને સાફ કરવાની અને પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે, આ દરમિયાન મગર કોઇના પર હુમલો ના કરે તેની માટે સાવચેતી રાખવી જોઇએ, મગરને અન્યત્રે લઇ જવાનું જે સાંભળવા મળી રહ્યું છે, તેમ ના થવું જોઇએ. મગરની હાજરીવાળા વિસ્તારમાં ફેન્સીંગ કરી દેવું જોઇએ, જેથી માણસો અને મગર વચ્ચે સલામત અંતર જાળવી શકાય.
આ પણ વાંચો -- VADODARA : વાસી ઉત્તરાયણે પતંગની દોરીએ જીવનનો પેચ કપાયો


