VADODARA : રાત્રે ખેતરમાં પાણી છોડ્યા બાદ મગર સળવળ્યો, ટોર્ચના સહારે રેસ્ક્યૂ
VADODARA : વડોદરા (VADODARA) માં હવે શિયાળા (WINTER) માં પણ મગર (CROCODILE) રહેણાંક વિસ્તારોની નજીક આવી ચઢતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગતરાત્રીએ મગર દેણા પાસેના એક ખેતરમાં આવી ચઢ્યો હતો. ખેતરમાં પાણી છોડવામાં આવતા મગરનો સળવળાટ જોવા મળ્યો હતો. ત્યાર બાગ મગરની હાજરીની ખાતરી કર્યા બાદ હેમંત વઢવાણાની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં મોડી રાત્રે કીચડમાં ગરક થયેલા મગરને એક કલાકની મહામહેનતે રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી.
મગર નીકળવાની ઘટનાઓ ગમે ત્યારે સામે આવી રહી છે
વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરનો વસવાટ છે. સામાન્ય રીતે ચોમાસાની રુતુમાં મગર રહેણાંક વિસ્તારો નજીક નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જો કે, હવે સમય જતા મગર નીકળવાની ઘટનાઓ ગમે ત્યારે સામે આવી રહી છે. જો કે, વડોદરામાં જીવદયા માટે કામ કરતા એનજીઓનું સુદ્રઢ નેટવર્ક હોવાના કારણે માનવો અને મગર વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પ્રમાણમાં ઓછી સામે આવે છે. તાજેતરમાં વડોદરા પાસેને દેણા ગામના ખેતરની વચ્ચોવચ એક મહાકાય મગર આવી ગયો હતો. જેને ટોર્ચ લાઇટના સહારે રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી છે.
ખેતરમાં પાણી છોડવામાં આવતા મગર કીચડમાં લથપથ થયો
સમગ્ર રેસ્ક્યૂની કામગીરી અંગે હેમંત વઢવાણાએ જણાવ્યું કે, મારી રેસ્ક્યૂ ટીમે ગઇ કાલે રાત્રે સાડા અગિયાર ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું છે. દેણાં ગામેથી મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ખેતરમાં વચ્ચોવચ મગર આવી ચઢ્યો હતો. ખેતરના માલિક દ્વારા રાત્રે મહાકાય મગર આવી ગયો હોવાથી રેસ્ક્યૂ કોલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમારા વોલંયીટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખેતરમાં પાણી છોડવામાં આવતા મગર કીચડમાં લથપથ થયો હતો. મગરનું રેસ્ક્યૂ કરવું આવશ્યક હતું. મગરને એક કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરીને સલામત રીતે વન વિભાગને સુપરત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : 10 દિવસમાં બીજી વખત સાવલીમાંથી રેતી ખનન ઝડપાયું, લાખોનો મુદ્દામાલ જપ્ત


