VADODARA : અમુલ પાર્લરમાંથી ખરીદેલા મસ્તી દહીંમાં ફૂગ નીકળી
VADODARA : વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહેતા રહીશે અમુલ પાર્લરમાંથી મસ્તી દહીં ખરીદ્યું (AMUL PARLOUR CUSTOMER BY MASTI DAHI FOUND FUNGI- VADODARA) હતું. આ દહીંને ઘરે જઇને ખોલતા તેમાં એક ખૂણે ફુગ લાગી હોય તેમ જણાયું હતું. જેથી જાગૃત નાગરિકે તરીકેની ફરજ નિભાવતા તેમણે પહેલા FSSAI માં ફરિયાદ કરી હતી. અને ત્યાર બાદ વડોદરા પાલિકામાં ફરિયાદ કરી છે. ફરિયાદીનો આરોપ છે કે, દહીંના પેકેટ પર 27, ફેબ્રુઆરી એક્સપાટરી ડેટ લખવામાં આવી છે. 10 મી તારીખે તેમની જોડે આ ઘટના ઘટી છે.
આ પ્રકારની ઘટનાઓ અટકાવવા પાલિકા તંત્રની ત્વરિત કાર્યવાહી જરૂરી
વડોદરામાં હવે પેક્ડ દહીં પણ વિચારીને લેવું પડે તેવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના દંતેશ્વરમાં રહીશે અમુલ પાર્લરમાંથી દહીં ખરીદ્યું હતું. આ દહીં ઘરે જઇને ખાવા માટે ખોલતા તેના એક ખૂણે ફૂગ લાગી ગઇ હોવાનું જણાયું હતું. જે બાદ આ અંગે વેપારીને જાણ કરતા તેણે આ ડેરીનો પ્રોબ્લેમ હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ આ અંગે તેમણે વડોદરા પાલિકા તથા અન્યત્રે જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હવે ઉનાળો આવશે, તે દરમિયાન દુધ, દહીં વગેરેની માંગમાં વધારો થશે, તેવા સમયે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે પાલિકા તંત્રએ ત્વરિત કાર્યવાહી જરૂરી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
ખાવાથી કોઇને ફૂડ પોઇઝન થઇ જાય તો તેની જવાબદારી કોણ લેશે ?
પવન તિવારીએ જણાવ્યું કે, હું દંતેશ્વર વિસ્તારમાંથી આવું છું. મેં અમુલના પાર્લરમાંથી મસ્તી દહીં ખરીદ્યું હતું. 10, મી તારીખે મેં દહીં લીધું હતું. ઘરે જઇને મેં જ્યારે દહીં ખોલ્યું ત્યારે તેમાં ફૂગ નીકળી હતી. આ દહીંની એક્સપાયરી ડેટ 27 તારીખ હતી. મેં જ્યારે દુકાન સંચાલકને કહ્યું ત્યારે તેણે આ ડેરીનો પ્રોબ્લેમ હોવાનું મને જણાવ્યું હતું. જેથી હું આરોગ્ય ખાતામાં અરજી કરવા આવ્યો છું. આ કિસ્સામાં પૈસાનું મહત્વ નથી. પરંતુ આવું ખાવાથી કોઇને ફૂડ પોઇઝન થઇ જાય તો તેની જવાબદારી કોણ લેશે, પાલિકા લેશે કે અમુલ લેશે ? આ અંગે મેં FSSAI, અને ત્યાર બાદ મેં વડોદરા પાલિકામાં ફરિયાદ કરી છે.
આ પણ વાંચો --- VADODARA : હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 93 સરકારી કર્મચારીઓ દંડાયા


