Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દુબઈથી લેન્ડ થતા ગઠિયાની LOC ના આધારે ધરપકડ

VADODARA : પાર્ટ ટાઈમ જોબના બહાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લાલચ આપીને વડોદરા (VADODARA) ના રહીશ પાસેથી રુ.1.69 લાખ પડાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. ઠગાઈ કરનાર ટોળકી પૈકીના એક ભેજાબાજ દુબઈથી ભારત આવ્યા બાદ અમદાવાદ...
vadodara   દુબઈથી લેન્ડ થતા ગઠિયાની loc ના આધારે ધરપકડ
Advertisement

VADODARA : પાર્ટ ટાઈમ જોબના બહાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવવાની લાલચ આપીને વડોદરા (VADODARA) ના રહીશ પાસેથી રુ.1.69 લાખ પડાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. ઠગાઈ કરનાર ટોળકી પૈકીના એક ભેજાબાજ દુબઈથી ભારત આવ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા એલઓસીના આધારે વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ (VADODARA CYBER CRIME POLICE) એ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

આઇડી અને પાસવર્ડ બનાવી રજીસ્ટ્રેશન કરાવ્યું

સાયબર માફિયા દ્વારા વિવિધ પ્રકારના ઓનલાઇન ફ્રોડ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવી લેવામાં આવતા કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા હોય છે. ત્યારે વધુ એક વડોદરા શહેરમાં રહેતા વ્યક્તિને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મેસેજ મોકલી ઘરે બેઠા વિવિધ પ્રકારના ટાસ્ક પૂર્ણ કરીને કમાવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેમના પર ભેજાબાજે એક લિંક મોકલી તેમાં યુઝર આઇડી અને પાસવર્ડ બનાવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

Advertisement

ઠગે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું

ભેજાબાજોએ ઓનલાઇન વસ્તુ ખરીદવાના બહાને અલગ અલગ ટાસ્ક કરાવતા હતા અને તેમની પાસેથી રૂપિયા 1.69 લાખ અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા. તેમની વેબસાઈટમાં કમિશન સાથેના રૂપિયા બતાવતા હોય તેઓએ ઠગોને ફોન કરી રૂપિયા ઉપાડી આપવા માટે કહ્યું હતું. પરંતુ ઠગે તેમનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. તેથી તેમને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરતા 1.69 લાખની ઠગાઈ કરનાર ભેગાબાજ મહંમદજુનેદ અહેમદમીયા મલેક,( રહે.બોરસદ, આણંદ) દુબઈ ખાતે રહેતો હોવાની માહિતી મળી હતી. આરોપી વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર પણ ઇસ્યુ કરાયું હતું. જેથી આરોપી બે વર્ષ બાદ ભારત પરત આવતા એલઓસીના આધારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવતા તેની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરી વડોદરા લાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Advertisement

આરોપી સામે 11 રાજ્યોમાં 23 ફરિયાદ

આરોપી મહંમદજુનેદ અહેમદમીયા મલેક દુબઈ રહેતો હતો. આ ઠગ તેના ભારતીય મિત્રો પાસેથી બેંક ખાતાઓ, સીમકાર્ડ ની વિગતો મંગાવતો હતો અને તેના બદલામાં તેઓને કમીશન પેટે નાણા આપતો હતો. આરોપીએ દુબઇમાં રહેતા ચાઈનીજ દુભાષીઆ એજન્ટને એકાઉન્ટ આપી આર્થિક લાભ મેળવતો હતો. તેણે સપ્લાય કરેલા બેન્ક ખાતા વિરુદ્ધ NCCRP PORTAL ઉપર 11 રાજ્યોમાં 23 ફરિયાદ નોંધાયેલી છે.

દુબઈથી નેટવર્ક ચલાવતા બે આરોપીની ધરપકડ અગાઉ કરાઈ

ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ભેજા બાજો વિવિધ એકાઉન્ટોમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી શકાય આચરતા હોય છે. આજ દીન સુધી અલગ અલગ 4 રાજ્યોમાથી કુલ 11 આરોપીની ધરપકડ કરવમાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિદેશમાં રહેતા ભારતીય આરોપી વિરુદ્ધ જુદા જુદા કેસમાં એલ ઓ સી ઇશ્યુ કરવામાં આવે છે. અગાઉ પણ આવા દુબઈથી નેટવર્ક ચલાવતા બે આરોપીઓની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો -- VADODARA : "મારા કાકા કોર્પોરેટર છે, પોલીસ પણ કંઇ...", ધમકી આપતા ફરિયાદ

Tags :
Advertisement

.

×