Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રોકાણના નામે ઠગાઇની તપાસમાં સાયબર ક્રાઇમ કરોડોના બેંક વ્યવહાર સુધી પહોંચી

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (CYBER CRIME POLICE STATION) માં ઠગાઇનો ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર, ભોગ બનનારે ફેસબુક પર શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં...
vadodara   રોકાણના નામે ઠગાઇની તપાસમાં સાયબર ક્રાઇમ કરોડોના બેંક વ્યવહાર સુધી પહોંચી
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (CYBER CRIME POLICE STATION) માં ઠગાઇનો ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર, ભોગ બનનારે ફેસબુક પર શેર માર્કેટ અંગેની એડ પર ક્લિક કરતા તેઓને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. જેમાં શેર રોકાણની ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યાર બાદ તેમનુ એપ્લીકેશન પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યાર બાદ તેમને બોનસ સ્વરૂપે રૂ. 10 હજાર વોલેટમાં આપવામાં આવ્યા હતા. જેમાં તેમણે કેવાયસી ફોર્મ ભરીને પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

અલગ અલગ એપ્લીકેશનોની લિંક મોકલવામાં આવી

ત્યાર બાદ તેઓને આઇપીઓ ફરવા માટે વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો. જેમાં કેવાયસી કર્યા બાદ આઇપીઓ ખરીદવા તથા શેરમાં ઇન્વેસ્ટ કરવા માટે એપ્લીકેશનમાં પૈસા જમા કરાવ્યા હતા. અને એપ્લીકેશનમાં એલોટમેન્ટ લાગી ગયું હોય તેમ જણાવતું હતું. ત્યાર બાદ અલગ અલગ એપ્લીકેશનોની લિંક મોકલવામાં આવી હતી. અને વિવિધ પ્રકારના વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ કંપનીના શેર ખરીદવા તેમજ આઇપીઓ ખરીદવાના બહાને કુલ રૂ. 1.43 લાખ પ્રોફીટ રૂપે ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવીને વિશ્વાસમાં લઇ તેઓ પાસેથી કુલ રકમ રૂ. 10.67 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. જો કે, ત્યાર બાદ કોઇ પણ પૈસા વિડ્રો કરીને પરત આપવામાં આવ્યા ન્હતા. અને થોડાક સમય બાદ આરોપીઓ દ્વારા ફોન બંધ કરી દેવામાં આવ્યો હતો. આ મામલે રૂ. 9.24 લાખની છેતરપીંડિની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Advertisement

એક આરોપી ધો.12 પાસ અન્ય ડિપ્લોમા ડિગ્રી હોલ્ડર

વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી તપાસ કરતા વડોદરાના વાડી વિસ્તારમાંથી બે આરોપીઓ ડિપ્લોમા મીકેનીકલ એન્જિનીયરીંગ ભણેલા અને કેફે ચલાવતા અહેમદ રઝા દરોગા (ઉં. 24) અને ધો. 12 પાસ ભણેલા અને નોકરી કરતા અબ્દુલ રહેમાન શેખ (ઉં. 31) (બંને રહે. વાડી, વડોદરા) ને દબોચી લીધા છે.

Advertisement

આરોપીઓ કેવી રીતે ગુનો આચરતા

બંને આરોપીઓ એકાઉન્ટ હોલ્ડર અને એકાઉન્ટ સપ્લાયર તરીકે કામ કરતા હતા. તેઓ પેઢી રજીસ્ટ્રેશનથી લઇને આઇડી પાસવર્ડ બનાવવા સુધીની તમામ કામગીરી કરતા હતા. તેઓ બેંક એકાઉન્ટ ખોલવાની તમામ પ્રોસીજર કરીને કીટ રેડી કરીને સીમકાર્ડ સાથે સહઆરોપીઓને આપી દેતા હતા. જેમાં ફરિયાદીના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીઓએ અન્ય લોકોના પણ બેંકત એકાઉન્ટ ખોલાડવાવી સહઆરોપીને વહેંચી દીધા છે. તેઓ દ્વારા આ પ્રકારે 10 થી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. જેના માટે તેમને કમિશન મળતું હતું.

બેંક ખાતાઓમાં રૂ. 7 કરોડથી વધુની લેવડ-દેવડ

ત્યાર બાદ પોલીસ દ્વારા બેંક ખાતાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં જે વિગતો સામે આવી તે અત્યંત ચોંકાવનારી હતી. બેંક ખાતાઓ વિશે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, આ બેંક ખાતાઓમાં રૂ. 7 કરોડથી વધુની લેવડ-દેવડ થયેલી છે. આ અંગે બાલમાં તપાસ ચાલી રહી છે. અને આરોપીઓ દ્વારા ખોલવામાં આવેલા બેંક ખાતાઓમાં સાયબર ક્રાઇમ નેશનલ પોર્ટલ પર અલગ અલગ 19 રાજ્યોમાં કુલ 150 થી વધુ ફરિયાદો થઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : પાલિકાના ભરતી મેળામાં ઉમેદવારોનું ઘોડાપૂર

Tags :
Advertisement

.

×