Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : નકલી પોલીસ બનીને મોટી રકમ તફડાવનાર ઝબ્બે

VADODARA : વિવેક સોજીત્રાએ દુબઇથી ઓપરેટ થતા આ કૌભાંડના સૂત્રધારોને 20થી વધુ બેન્ક એકાઉન્ટ ઓપન કરાવી આપ્યા હતા. તેને કમિશન મળતું હતું
vadodara   નકલી પોલીસ બનીને મોટી રકમ તફડાવનાર ઝબ્બે
Advertisement

VADODARA : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક સેલના નામે કોલ કરી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવાનું જણાવી સાયબર સેલના અધિકારીના નામે કોલ કરી ડિજીટલ એરેસ્ટ કરવાની ધાકધમકી આપી રૂ. 1.21 કરોડ તફડાવી લેવાના ચકચારી ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે (VADODARA CYBER CRIME POLICE NABBED BOGUS POLICE) સુરતથી વધુ એક યુવાનની ધરપકડ કરી છે. તેણે 20થી વધુ એકાઉન્ટ ઓપન કરાવી આપી તે સાયબર માફિયાઓને કમિશનથી વેચી દીધા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. આ બેન્ક એકાઉન્ટમાં કુલ 12 લાખના નાણાંકીય વ્યવહારો મળી આવ્યા હતા.

સબ ઇન્સ્પેક્ટર બોલતા હોવાનું જણાવી ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરાવી

સાયબર ક્રાઇમ સુત્રોના જણાવ્યા અનુસાર, ગત વર્ષે સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ભોગ બનનાર ઉપર સ્ટેટ બેન્ક ઓફ ગ્રાહક સેલ તરફથી ફોન આવ્યો હતો અને એક ક્રેડીટ કાર્ડ નંબર મોકલી તેનું બાકી પેમેન્ટ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. ભોગ બનનારે કાર્ડ પોતાનું નહીં હોવાનું જણાવી ખાતરી આપતા તેને ફોન સાયબર સાથે કનેક્ટ કરી આરોપીઓએ સાયબર સેલમાંથી સબ ઇન્સ્પેક્ટર રવિકુમાર બોલતા હોવાનું જણાવી ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરાવી બીજા એક નંબરથી સુપ્રીમ કોર્ટની નોટીસ મોકલી જેમાં તેઓના બેન્ક એકાઉન્ટની માહિતી મોકલી હતી તેમજ તેઓ જે પ્રમાણે કરે તેમ નહીં કરે તો ધરપકડ કરવામાં આવશે તેવી ધાકધમકી આપી તેમને ડરાવી, ધમકાવીને રૂ. 1.21 કરોડ તફડાવી લેવામાં આવ્યા હતા.

Advertisement

સૂત્રધારોને 20થી વધુ બેન્ક એકાઉન્ટ ઓપન કરાવી આપ્યા

આ બનાવ સંદર્ભે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાતા તેની તપાસમાં સુરત રહેતા અને ટેક્ષટાઇલનો ધંધો કરતા વિવેક મગનભાઇ સોજીત્રા (33)ના બેન્ક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થયા હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. વિવેક સોજીત્રાએ દુબઇથી ઓપરેટ થતા આ કૌભાંડના સૂત્રધારોને 20થી વધુ બેન્ક એકાઉન્ટ ઓપન કરાવી આપ્યા હતા. જેના માટે તેને કમિશન મળતું હતું. તેના ખાતામાં 12 લાખના નાણાંકીય વ્યવહારો પણ થયા છે. સાયબર પોર્ટલ પર ત્રણ ફરિયાદો આવેલ છે. તેના દ્વારા બેન્કનું કાર્ડ દુબઇ મોકલવામાં આવતું હતું અને દુબઇથી નાણાં ઉપાડી લેવામાં આવતા હતા.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ડભોઇ પાલિકાના નવા બિલ્ડીંગના ઉદ્ધાટનની આમંત્રણ પત્રિકામાં છબરડા

Tags :
Advertisement

.

×