Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક ચાલક ઉંધા માથે પટકાયો

VADODARA : બાઇક ચાલકનું માથું ખાડાની અંદર અને તેના પર બહારની તરફ દેખાય છે. ચાલક પટકાતા જ નજીકમાં હાજર શખ્સ તુરંત તેની મદદે આવે છે.
vadodara   પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક ચાલક ઉંધા માથે પટકાયો
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ પાલિકા (VADODARA RURAL - DABHOI) દ્વારા રોડ પર ખાડા ખોદવામાં આવ્યા છે. તાજેતરમાં આ ખાડા પાસેથી પસાર થતી વેળાએ બાઇક ચાલકનું બેલેન્સ ગયું હતું. અને તે ઉંઘા માથે ખાડામાં પટકાયો હતો. (BIKE RIDER FALL IN POTHOLE CREATED BY DABHOI PALIKA) અને ગણતરીની સેકંડોમાં જ તેનું આખું શરીર ખાડામાં સમાઇ ગયું હતું. જો કે, આ ઘટના સમયે નજીકમાં કોઇ હાજર હતું, જેથી તેમણે તુરંત આવીને આ બાઇક ચાલકને હેમખેમ ઉગાર્યો હતો. પાલિકા દ્વારા ખોદી રાખવામાં આવેલા ખાડા અન્યના જીવને જોખમ ઉભુ ના કરે તે સ્થિતીમાં હોવા જોઇએ. નહીંતર કોઇ નિર્દોષને તેનો ભોગ બનતા સહેજપણ વાર નહીં લાગે. ઉપરોક્ત ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યા છે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ સત્તાધીશો શું પગલાં લે છે તે જોવું રહ્યું.

સીસીટીવી વાયરલ થયા

વડોદરા શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર બંને જગ્યાએ રહીશો ખાડાથી ત્રસ્ત છે. ક્યાંક તંત્રને રોડ બનાવ્યા પછી ખાડા ખોદવાનું યાદ આવે છે, તો ક્યાંક તંત્ર ખાડા ખોદીને તેનું બેરીકેડીંગ કરવાનું ભૂલી જાય છે, બંને કિસ્સાઓમાં આખરે ભોગવવાનું તો આમ જનતાના ભાગે જ આવે છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે. આ સીસીટીવી અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ડભોઇના તાઇવગામાં પાલિકા દ્વારા ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડો દુરથી ઓળખાય તે માટે તેની ફરતે ત્રણ લાકડીઓ મારી દેવામાં આવી છે.

Advertisement

માથું ખાડાની અંદર અને તેના પગ બહારની તરફ

દરમિયાન રાત્રીના સમયે એક બાઇક ચાલક ખાડાની નજીકથી પસાર થાય છે. જેવો ચાલક ખાડા પાસે આવે છે, તેવામાં તેનું સંતુલન ગુમાવી દે છે. અને ઉંધે માથે ખાડામાં પટકાય છે. બાઇક ચાલકનું માથું ખાડાની અંદર અને તેના પગ બહારની તરફ દેખાય છે. ચાલક પટકાતા જ નજીકમાં હાજર શખ્સ તુરંત તેની મદદે આવે છે. અને તેને સહારો આપીને ઉઠાવે છે. આ ઘટના 18, ફેબ્રુઆરીની હોવાનું સીસીટીવી પરથી અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિકોને જે વાતનો ડર હતો. તે ઘટના સામે આવી છે. જેના કારણે લોકોમાં રોષ છે, હવે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે પાલિકા તુરંત પગલાં લે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : BJP કોર્પોરેટરે વિપક્ષની દરખાસ્તનું સમર્થન કરતા સન્નાટો

Tags :
Advertisement

.

×