Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "સમાધાન કરી લેજે, બાકી...", કહી પરિવારને ધમકી

VADODARA : ધમકી આપી કે, તુ તારી પિતા વાળી મેટરમાં સમાધાન કરી લે જે બાકી તું એકનો એક છે. તને હું છોડીશ નહીં. જે કે, તેમનો કોઇ ઝઘડો થયો ન્હતો
vadodara    સમાધાન કરી લેજે  બાકી      કહી પરિવારને ધમકી
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ પોલીસ મથક (DABHOI POLICE STATION - VADODARA RURAL) માં પરિવારના સભ્યોને અલગ અલગ સમયે મળીને આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પરિવારે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે.

તમને બધાને પણ જોઇ લઇશું

ડભોઇ પોલીસ મથકમાં એ.સી. રજીલાબેન શૈલેષભાઇ ભીલની પત્નીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પિતા એસી સિંગાભાઇ ભયજીભાઇ વિરૂદ્ધ જુની માંગરોલ ખાતે સામજીભાઇ સુનિલભાઇ વસાવાએ જમીન પચાવવા બાબતે લેન્ડ ગ્રેબીંગને ગુને દાખલ કરાવ્યો છે. જે અંતર્ગત તેમના પિતા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. તેઓનું પિયર કરણેટ છે. 9 ફેબ્રુઆરીના રોજ તે પિયરમાં આવ્યા હતા. ત્યારે એક બપોરે તેઓ કેનાલ પાસેથી દુકાને જતા હતા. તેવામાં સામજીભાઇ વસાવા તથા તેમની પત્ની તેમને મળ્ય હતા. અને કહ્યું કે, તારા પપ્પા જેલમાંથી બહાર નિકળશે, અમે તેને મારી નાંખીશું. તમને બધાને પણ જોઇ લઇશું. આ તમે રહો છો, તે ખેતર અને ઘર પણ અમારૂ જ છે. ખાલી કરી દેજો બાકી જોવા જેવી થશે.

Advertisement

તને હું છોડીશ નહીં

તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી તેઓ ડરી ગયા હતા. બીજા દિવસે તેમના ભાઇએ જણાવ્યું કે, મંગાભાઇ ખાલપાભાઇ વસાવાએ તેને ધમકી આપી કે, તુ તારી પિતા વાળી મેટરમાં સમાધાન કરી લે જે બાકી તું એકનો એક છે. તને હું છોડીશ નહીં. જે કે, તેમનો કોઇ ઝઘડો થયો ન્હતો. આખરે ઉપરોક્ત મામેલ સામજીભાઇ સુનિયાભાજી વસાવા, તેમની પત્ની અને મંગાભાઇ ખાલપાભાઇ વસાવા (તમામ રહે. કરણેટ, ડભોઇ, વડોદરા ગ્રામ્ય) સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : યુવતિએ અંધારામાં પાણીની જગ્યાએ એસિડનો ઘૂંટ ભરી દીધો

Tags :
Advertisement

.

×