Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જુની વાતની રીસ રાખીને પ્રેમીકા પર લાકડાના ફટકા ઝીંકતા મોત

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી ડભોઇ જીઆઇડીસી (VADODARA DABHOI - GIDC) માં બે દિવસ પૂર્વે કામ અર્થે આવેલા પ્રેમી પંખીડા વચ્ચે ખટરાગ થતા સંબંધોનો કરૂણ અંત આવ્યો છે. અગાઉ પ્રેમીકા કહ્યા વગર જતા રહેતા, તે વાતની રીસ રાખીને પ્રેમીએ...
vadodara   જુની વાતની રીસ રાખીને પ્રેમીકા પર લાકડાના ફટકા ઝીંકતા મોત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી ડભોઇ જીઆઇડીસી (VADODARA DABHOI - GIDC) માં બે દિવસ પૂર્વે કામ અર્થે આવેલા પ્રેમી પંખીડા વચ્ચે ખટરાગ થતા સંબંધોનો કરૂણ અંત આવ્યો છે. અગાઉ પ્રેમીકા કહ્યા વગર જતા રહેતા, તે વાતની રીસ રાખીને પ્રેમીએ તેના માથે લાકડાના ફટકા વરસાવ્યા હતા. જેમાં અતિગંભીર ઇજાગ્રસ્ત પ્રેમીકાનું મૃત્યું થયું હતું. મૃતક મહિલા પરિણીત હોવાનું અને બે સંતાનોની માતા હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રેમીએ લાકડાના ફટકા માર્યા અને નાસી છુટ્યો

બે દિવસ પૂર્વે ડભોઇ જીઆઇડીસીમાં કામ અર્થે આવેલા પ્રેમી પંખીડા વચ્ચેનો આખરી સંવાદ હતો કે . તું મને કહ્યા વગર મજુરીએ કેમ ગઇ..! ત્યાર બાદ પ્રેમી શૈલેષ કટારાએ બે બાળકોની માતા પ્રેમીકા પ્રેમીલાબેન વચ્ચે ઝઘડો થયો હતો. જેના અંતે પ્રેમીએ લાકડાના ફટકા માર્યા હતા અને નાસી છુટ્યો હતો. અગાઉ મહિલા પ્રેમીને કહ્યા વગર વાપી ખાતે મજુરી અર્થે જતા રહ્યા હતા. જે વાતનું પ્રેમીને લાગી આવતા સંબંધોનો કરૂણ અંત આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, 2 દિવસ પહેલા પ્રેમીલાબેન અને તેના સાવકા ભાઇને કામ અર્થે ડભોઇ લાવવામાં આવ્યા હતા.

Advertisement

પ્રેમીલાબેન તેમને મુકીને મજુરી અર્થે જતા રહ્યા હતા

ડભોઇના પીઆઇએ જણાવ્યું કે, ડભોઇ પોલીસ મથકમાં ગઇ કાલે રાત્રે એક બનાવ બનવા પામ્યો છે. જે અંગેની વિગત અનુસાર, પ્રેમીલાબેન વલવાઇની હત્યા કરવામાં આવી છે. આ ગુનાના આરોપી તેમના પતિ શૈલેષભાઇ કટારા છે. જેઓ તેમની સાથે રહેતા હતા. અગાઉ પ્રેમીલાબેન તેમને મુકીને મજુરી અર્થે જતા રહ્યા હતા. તેની રીસ રાખીને ડભાઇ જીઆઇડીસીમાં તેઓ મજુરી અર્થે આવ્યા હતા. ત્યાં ઝઘડો કરીને પ્રેમીલાબેનને માથામાં લાકડાના ફટકા મારીને આરોપી ભાગી ગયો છે. હાલ મૃતકના ભાઇની ફરિયાદ લેવાનું ચાલુ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વર્ગ - 3 માં સીધી ભરતીનો બનાવટી ઇ-મેલ મોકલી છેતરપીંડિ

Tags :
Advertisement

.

×