Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઝઘડો થાળે પાડવા જતા પોલીસ કોન્સ્ટેબલ જોડે ગેરવર્તણૂંક કરી શર્ટ ફાડ્યું

VADODARA : તેઓ સ્થળ પર પહોંચ્યા અને ઉગ્ર વાતાવરણમાં વચ્ચે પડીને તમામને છોડાવ્યા હતા. તથા તેમની ફરજ બજાવી રહ્યા હતા
vadodara   ઝઘડો થાળે પાડવા જતા પોલીસ કોન્સ્ટેબલ જોડે ગેરવર્તણૂંક કરી શર્ટ ફાડ્યું
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા ડભોઇ પોલીસ મથક (DABHOI POLICE STATION) માં એક ડઝન જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઝઘડો થવા અંગેની માહિતી મળતા પોલીસ જવાન ફરજ બજાવવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારના સભ્યો દ્વારા પોલીસ જવાન જોડે ગેરવર્તણુંક કરીને તેનો શર્ટ ફાડી નાંખતા મામલે ફરિયાદ નોંધાઇ છે. અને 11 લોકો સામે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગળાના ભારે નખોરીયા મારી લીધા

ડભોઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિજયચંદ્ર મગનભાઇ બલાતએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં તેમને માહિતી મળી કે, ભીલાપુરથી કુંઢેલા તરફ જતી માઇનોર કેનાલ પર કેટલાક માણસો ઝઘડો કરે છે. જેને પગલે તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને ઉગ્ર વાતાવરણમાં વચ્ચે પડીને તમામને છોડાવ્યા હતા. અને તેમની ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન સંજયભાઇ ભરતભાઇ પાવા અને મેહુલભા શાંતિલાલ પાવાએ તેમની સાથે બદસલુકી કરી હતી. અને ગળાના ભારે નખોરીયા મારી લીધા હતા.

Advertisement

પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરીને, અપશબ્દો કહીને ઇજાઓ પહોંચાડી

આટલેથી નહીં અટકતા કૃણાલભાઇ શાંતિલાલભાઇ પાવાએ પોલીસ કોન્સ્ટેબલ જોડે મગજમારી કરીને તેઓનો શર્ટ ફાડી નાંખ્યો હતો. અને ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો. બાદમાં તમામને ભીલાપુર આઉટ પોસ્ટમાં લાવવામાં આવ્યા હતા. જે બાદ પરિવારના અન્ય સભ્યોએ એકત્ર થઇને પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરીને, અપશબ્દો કહીને ઇજાઓ પહોંચાડી હતી. આખરે ઉપરોક્ત મામલે 10 સામે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે તમામ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આરોપીઓના નામ

  1. સંજય ભરતભાઇ પવા
  2. મેહુલભાઇ શાંતિલાલ પવા
  3. કૃણાલ શાંતિલાલ પવા
  4. સંજય ફતેસિંહ પવા
  5. બળવંત રતીલાલ પવા
  6. અનિલકુમાર બુદ્ધીસાગર પવા
  7. ગિરીશકુમાર રાજેન્દ્રભાઇ ઠાકોર
  8. સંજયભાઇ ગોવિંદભાઇ પવા
  9. મેલસિંગ
  10. વસંતાબેન રતિલાલ પવા
  11. રેખાબેન બળવંતભાઇ (તમામ રહે. ડભોઇ, વડોદરા)

આ પણ વાંચો -- VADODARA : વ્યાજખોરીમાં સંડોવાયેલા નામચીન કલ્પેશ કાછિયાને શોધવા પોલીસ દોડતી થઇ

Tags :
Advertisement

.

×