Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડભોઇ ST ડેપો બહાર પેસેન્જર બેસાડવા મુદ્દે છુટ્ટા હાથે મારામારી

VADODARA : ડેપો બહાર બંને વચ્ચેની લડાઇ આ લોકોને છોડાવવા જતા એક તબક્કે લોકો પણ અકળાઇ જાય છે. અને ભેગા મળીને ધૂલાઇ કરી નાંખે છે.
vadodara   ડભોઇ st ડેપો બહાર પેસેન્જર બેસાડવા મુદ્દે છુટ્ટા હાથે મારામારી
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇના એસટી ડેપો બહાર પેસેન્જર બેસાડવા મુદ્દે બે ખાનગી કાર ચાલકો વચ્ચે છુટ્ટાહાથે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં ખાનગી કાર ચાલકો કેટલા બેફામ બન્યા છે, તેનો અંદાજો આવી રહ્યા છે. જો આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં મારામારીની ઘટનાઓ સામાન્ય બની જશે. (TWO PRIVATE CAR DRIVER FIGHT OUTSIDE ST DEPOT - DABHOI, VADODARA)

ઠાંસી ઠાંસીને મુસાફરોને બેસાડાય છે

ડભોઇ એસટી ડેપો બહાર મુસાફરોને અંતરિયાળ ગામોમાં લઇ જવા માટે ખાનગી વાહનો મોટી સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. જેવી એસટી બસ આવે કે તેઓ એક્ટીવ થઇ જાય છે. અને ઠાંસી ઠાંસીને મુસાફરોને બેસાડીને આગળની મુસાફરીએ જતા હોય છે. આ દ્રશ્યો ડભોઇવાસી માટે કોઇ નવી વાત નથી. તાજેતરમાં ડભોઇ એસટી ડેપો બહાર પેસેન્જરની વાટ જોતા બે ખાનગી કાર ચાલકો વચ્ચે છુટ્ટા હાથે મારામારીની ઘટના સોશિલ મીડિયા મારફતે સામે આવી છે.

Advertisement

એક તબક્કે લોકો પણ અકળાઇ જાય છે

જેમાં એક તરફ એસટી બસ જોવા મળી રહી છે. અને બીજી તરફ બે ઇકો કાર ચાલકો એકબીજા પર તુટી પડ઼્યા છે. લોકો બંનેને છોડાવવા વચ્ચે પડે છે છતાં પણ મોકો મળતા જ મારામારી થાય છે. આ લોકોને છોડાવવા જતા એક તબક્કે લોકો પણ અકળાઇ જાય છે. અને ભેગા મળીને ધૂલાઇ કરી નાંખે છે. આ ઘટનાને પગલે મુસાફરોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : દારૂની મહેફિલ પર દરોડા, GRD જવાન સહિત 7 ઝબ્બે

Tags :
Advertisement

.

×