VADODARA : વઢવાણા તળાવ આવતા પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઈ તાલુકામાં આવેલા વઢવાણા (VADODARA, DABHOI - WADHVANA, FOREIGN BIRDS) તળાવ ખાતે આ વખતે શિયાળામાં વિહાર કરવા આવેલા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. વન વિભાગ દ્વારા 18 જાન્યુઆરીએ પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. આ વખતે ૨૯૦૦૦થી વધુ પક્ષીઓ નોંધાયા, છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછા હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
ગરમી ચાલુ થાય ત્યારે પક્ષીઓ પાછા વતન ભણી જાય
વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ ૯૫૦૦૦ પક્ષીઓ આવ્યા હતા. ગયા વર્ષે ૨૦૨૪માં ૫૪, ૧૭૧ પક્ષીઓ નોંધાયા હતા વર્ષ ૨૦૨૧ માં ૬૪૦૦૦ પક્ષીઓએ અહીં વિહાર કર્યો હતો. ગુજરાતમાં નળ સરોવર બાદ વઢવાણા તળાવ છે કે જ્યાં શિયાળા દરમિયાન દેશ- વિદેશના પક્ષીઓ વિહાર કરવા આવે છે. સરહદ પારથી આવતા પક્ષીઓ અહીં - શિયાળો પૂરો થાય અને ગરમી ચાલુ થાય ત્યારે પાછા વતન ભણી જાય છે. છેલ્લા ચાર વર્ષમાં પેલીકન પક્ષીઓ અહીં જોવા મળ્યા છે. ફ્લેમિંગો અને ડોમોઈસેલ ક્રેન એટલે કે કુંજ પણ ઓછી જોવા મળી છે.
સર્વેમાં આવતા ૧૪૭ પ્રકારના પક્ષીઓ જોવા મળ્યા
18, જાન્યુઆરીએ વન વિભાગના કર્મચારીઓ અને 85 સ્વયંસેવકોની ટીમ દ્વારા સર્વે કરવામાં આવતા ૧૪૭ પ્રકારના પક્ષીઓ જોવા મળ્યા હતા. જેમાં ભગવી સુરખાબ, રાજહંસ, ગાજહંસ, લાલ ચાંચ કરચિયા, મત્સ્ય ભોજ, મોટી ટપકી વાળો ગરૂડ નકટો, લીલી પાંખવાળી ટીલ, નાની મુરધાબી, લાલ માથાનો ગંદમ, સાપમાર વગેરેનો સમાવેશ થાય છે.
તળાવ ૧૦.૩૮ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું
વઢવાણા તળાવમાં પાણીનું લેવલ ખૂબ જ ઊંચું હોવાના કારણે પક્ષીઓનો વિહ ઓછો જોવા મળ્યો છે. વઢવાણા તળાવ ૧૦.૩૮ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું સિંચાઈ તળાવ છે. જે સિંચાઈ વિભાગની હેઠળ છે. તળાવમાં પાણીનું લેવલ જાળવવાનું કામ સિંચાઇ વિભાગ કરે છે. વઢવાણા તળાવ નજીકના ૨૫ ગામોને પાણી આપતું હોવાથી લેવલ જાળવી રાખવું પડે છે. જોકે વન વિભાગ દ્વારા શિયાળામાં યાયાવર પક્ષીઓના વિહારને અસર ન થાય તેને ધ્યાનમાં રાખીને પાણી અમુક સ્તર સુધી જાળવી રાખવા કહ્યું હતું.
આ પણ વાંચો --- Vadodara: નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી, જાણો શું લખ્યું છે મેઈલમાં...


