Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પિતાએ વાત નહીં માનતા પુત્રીએ જબરદસ્ત નાટક રચ્યું

VADODARA : SSG હોસ્પિટલમાં દુખાવાની ફરિયાદ સાથે આવેલી દિકરીની પ્રાથમિક પુછપરછ બાદ એક્સરે અને સોનોગ્રાફી કરવામાં આવી હતી
vadodara   પિતાએ વાત નહીં માનતા પુત્રીએ જબરદસ્ત નાટક રચ્યું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ત્રણ દિવસથી પિતા પુત્રીની વાતને નકારી રહ્યા હતા. જેથી આખરે પુત્રીએ એવું નાટક રચ્યું કે પિતા સહિતનો પરિવાર દોડતો થઇ ગયો હતો. અને આખરે એસએસજી હોસ્પિટલમાં પુત્રીની સઘન તપાસ હાથ ધરવામાં આવતા નાટક છતું થઇ ગયું હતું. અંતમાં પુત્રીએ સ્વિકાર્યું હતું કે, પિતા તેની વાત નહીં માનતા હોવાના કારણે તેણીએ આવું નાટક રચવું પડ્યું હતું. (DAUGHTER CREATED SEEN AFTER FATHER REFUSE HER DEMAND - VADODARA)

પેટમાં દુખાવો થઇ રહ્યો છે

વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં દિપકભાઇ રાજાવત તેમના પરિવાર સાથે રહે છે. તેમની પાંચ વર્ષની પુત્રી છે. છેલ્લા કેટલાય દિવસથી પુત્રી દ્વારા નારિયેળ પાણી, જ્યુસ અને આઇસક્રિમ ખાવાની ફરમાઇશ કરવામાં આવતી હતી. પરંતુ તેના પિતા તેની માંગણી સંતોષી શક્યા ન્હતા. જે વાતથી પુત્રી દુખી હતી. જેથી તેણે અચાનક પિતાને કહ્યું કે, તે સિસોટી ગળી ગઇ છે. અને તે બાદથી તેના પેટમાં દુખાવો થઇ રહ્યો છે. પુત્રીએ આ વાત જણાવતા પિતા તુરંત તેને લઇને એસએસજી હોસ્પિટલ દોડીને પહોંચ્યા હતા.

Advertisement

રિપોર્ટ સામે આવતા તબિબો વિચારમાં પડી ગયા

ત્યાં જઇને તબિબને હકીકત જણાવતા પ્રાથમિક પુછપરછ બાદ દિકરીનો એક્સરે અને સોનોગ્રાફી કરવામાં આવી હતી. જેના રિપોર્ટ સામે આવતા તબિબો વિચારમાં પડી ગયા હતા. કારણકે રિપોર્ટમાં સિસોટી ગળવા અંગેના કોઇ પૂરાવા મળતા ન્હતા. જેથી તબિબોએ દિકરીના પિતા તથા પરિવારને આ અંગેની જાણ કરી હતી. બાદમાં પેટમાં દુખાવાની સામાન્ય દવાઓ આપીને પરિવારને રવાના કરવામાં આવ્યો હતો.

Advertisement

તેઓ લાવી આપતા ન્હોતા

બાદમાં પિતા તથા પરિવારે પુત્રીને પટાવીને પુછતા તે સાચુ બોલી ગઇ હતી. અને જણાવ્યું કે, છેલ્લા કેટલાય દિવસથી હું પિતાજીને નારિયેળ પાણી, જ્યુસ અને આઇસક્રિમ ખાવા જવા માટે જણાવતી હતી. પરંતુ તેઓ લાવી આપતા ન્હોતા. જેથી ખોટું બોલીને સિટી ગળી ગઇ હોવાનું જણાવ્યું હતું. પરિવારે પણ પુત્રી પાસેથી સાચી હકીકત જાણતા રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો --- VADODARA : ચાલુ DJ માં ધીંગાણૂં, પ્રસંગ છોડી પરિજનો હોસ્પિટલ દોડ્યા

Tags :
Advertisement

.

×