ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કારનો કાચ તોડીને સામાનની ચોરી, એક જ પેટર્નથી બે ઘટનાને અંજામ

VADODARA : અત્યાર સુધી અંધારી રાતમાં આવતા તસ્કરોની હવે ધોળે દહાડે પણ હિંમત ખુલી ગઇ હોવાના કિસ્સાઓ સામે આવતા લોકોમાં ફફડાટ
06:53 PM Oct 23, 2024 IST | PARTH PANDYA
VADODARA : અત્યાર સુધી અંધારી રાતમાં આવતા તસ્કરોની હવે ધોળે દહાડે પણ હિંમત ખુલી ગઇ હોવાના કિસ્સાઓ સામે આવતા લોકોમાં ફફડાટ

VADODARA : વડોદરા (VADODARA) ના જેલ રોડ પાસે આવેલા પોલીસ ભવન (VADODARA POLICE BHAVAN) સામે રોડની બાજુમાં પાર્ક કરેલી કારનો કાચ તોડીને તેમાં મુકેલા સામાનની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હવે વાહનો ધોળે દહાડે પણ સુરક્ષીત ના હોવાની પ્રતિતિ થઇ રહી છે. આ જ પેટર્ન પર થોડીક મિનિટો પહેલા નજીકના વિસ્તારમાં અન્ય એક કારનો કાચ પણ તુટ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. એક તરફ શહેર પોલીસ વીઆઇપી મુવમેન્ટના કારણે તેમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ ધોળે દિવસે તસ્કરોને તરખાટ સામે આવી રહ્યો છે.

બંને કિસ્સાઓમાં કાર જાહેર રોડ પર પાર્ક કરવામાં આવી હતી

વડોદરામાં સહિત દેશભરમાં દિવાળીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. ત્યારે લોકોની દિવાળી બગાડવા માટે તસ્કરો મેદાને હોય તેવું લાગી રહ્યું છે. આજે વડોદરાના પોલીસ ભવન સામે ટુંકા ગાળામાં બે ગાડીઓના કાચ તોડીને ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બંને કિસ્સાઓમાં કાર જાહેર રોડ પર પાર્ક કરવામાં આવી છે. અને તેનો એક તરફનો કાચ તોડીને તેમાં મુકેલી અગત્યની ચીજવસ્તુઓની તફડંચી કરવામાં આવી છે.

બેગમાં લેપટોપ, અમારા પાકીટ, ઓળખ પત્રો હતા

કારચોરીની ઘટનાના પ્રથમ ભોગ બનનારે ભરતભાઇ શાહએ મીડિયાને જણાવ્યું કે, અમે ખાનગી કંપનીમાંથી આવીએ છીએ. વડોદરા અમારા ડિસ્ટ્રીબ્યુટરને મળવા માટે આવ્યા છીએ. એક વાગ્યે કાર પાર્ક કરીને મળવા ગયા હતા. કારમાં મારી અને સિનિયરની લેપટોપ બેગ હતી. અમે પરત આવ્યા ત્યારે કાચ તુટેલો હતો. અને બેગની ચોરી થઇ ગઇ હતી. બેગમાં લેપટોપ, અમારા પાકીટ, ઓળખ પત્રો હતા. ઘટના અંગે પોલીસને જાણ કરાતા તુરંત તેઓ આવી ગયા હતા. અમારો સામાન જલ્દી મળશે તેવી અમને આશા છે. આશરે રૂ. 10 હજાર રોકડા બેગમાં હતા. અમે નારાયણ ભુવનમાં મળવા માટે આવ્યા હતા.

ધોળે દહાડે પણ હિંમત ખુલી ગઇ

આ ઘટના સ્થળથી નજીક પોલીસ ભવન સામે બીજી કારનો કાચ તોડીને તેમાંથી કિંમતી સામાનની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ છે. અને અત્યાર સુધી અંધારી રાતમાં આવતા તસ્કરોની હવે ધોળે દહાડે પણ હિંમત ખુલી ગઇ હોવાના કિસ્સાઓ સામે આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. બંને મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : "અમે ટેક્સ ભરીએ છીએ, એટલે તમારા પગાર થાય છે", કહી પોલીસ જવાન પર હુમલો

Tags :
brokencardayfearedlightPeopletheftVadodarawindow
Next Article