VADODARA : આવતીકાલે બે કેન્દ્રિય મંત્રીઓનું શહેરમાં આગમન
VADODARA : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA BHAI MODI) અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ તા.૨૮ ઓક્ટોબરને સોમવારના રોજ વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ. ની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL), C-295 એરક્રાફ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ, ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ (સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે. વધુમાં, આ કાર્યક્રમ ભારત અને સ્પેન વચ્ચેના સંબંધોને પણ વધુ મજબૂત બનાવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (DEFENCE MINISTER OF INDIA - RAJNATH SINGH), વિદેશ મંત્રી એસ. જયશંકર (FOREIGN MINISTER OF INDIA - S. JAISHANKAR) ખાસ ઉપસ્થિત રહેશે. આ બંને મહાનુભાવો રવિવારે સાંજે વડોદરા આવશે અને સોમવારે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં સહભાગી થશે.
બંને મંત્રીઓ વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપશે
28, ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે આવનાર છે. બંને દેશોના વડાપ્રધાન ટાટા એરબસના એસેમ્બલી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. અને ત્યાર બાદ તેઓ રાજવી લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાતે જનાર છે. ત્યાં બંને દેશના વડાપ્રધાન અને હાઇ ઓફીશીયલ્સનું ડેલીગેશન દરબાર હોલમાં શાહી ભોજન લેશે. અને ત્યાર બાદ બંને દેશો વચ્ચે મહત્વના કરાર થવા જઇ રહ્યા છે. આ તકના સાક્ષી બનવા માટે આવતી કાલે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર વડોદરાની મુલાકાતે આવી પહોંચશે. બંને મંત્રીઓ વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપશે. અને ત્યાર બાદના કાર્યક્રમોમાં ડેલિગેટ્સ સાથે રહેશે, તેવું સુત્રોનું જણાવવું છે. સાથે જ બંને મંત્રીએ સ્પેનના પીએમ તથા ડેલિગેશનને આવકારવા સમયે પણ હાજર રહેનાર હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.
આ પણ વાંચો -- VADODARA : કેન્દ્રિય યુવા અને રમત મંત્રાલય હસ્તકની સલાહકાર સમિતિમાં સાંસદની વરણી