Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શંકાશીલ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ

VADODARA : વડોદરા (VADODARA) ના ડેસરમાં શંકાશીલ પતિએ પત્નીને દંડા વડે બેરહેમીપૂર્વક માર મારતા તે ચક્કર ખાઇને ઢળી પડી હતી. અને ત્યાં જ દમ તોડી દીધો હતો. બાદમાં સાસરીયાઓને ખોટું બોલીને આ અંગેની જાણ કરવામાં આવી હતી. મૃતક મહિલાનું પીએમ...
vadodara   શંકાશીલ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ડેસરમાં શંકાશીલ પતિએ પત્નીને દંડા વડે બેરહેમીપૂર્વક માર મારતા તે ચક્કર ખાઇને ઢળી પડી હતી. અને ત્યાં જ દમ તોડી દીધો હતો. બાદમાં સાસરીયાઓને ખોટું બોલીને આ અંગેની જાણ કરવામાં આવી હતી. મૃતક મહિલાનું પીએમ કરવામાં આવતા અલગ જ હકીકત બહાર આવી હતી. આખરે પતિએ હકીકત સાસરીયાઓ સમક્ષ વર્ણવી હતી. જે બાદ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

તું ઘરે આવ

વડોદરા ગ્રામ્યના ડેસર પોલીસ મથકમાં નગીનભાઇ અર્જુનભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, 17, જુલાઇના રોડ બપોરે તેઓ લામડાપુરા પાસે આવેલી ખાનગી કંપનીમાં નોકરી પર હતા. તે સમયે તેમના કાકાનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે, મોકમપુરાથી ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ રાઠોડનો ફોન આવ્યો હતો, તેમણે જણાવ્યું કે, તમારી બહેન હંસાને ચક્કર આવવાથી જમીન પર પડી જતા તેમનું મૃત્યુ થયું છે. તું ઘરે આવ એટલે આપણે મોકમપુરા જઇએ.

Advertisement

ગોળ ગોળ વાત કરી

બાદમાં તેઓ તાત્કાલીક ઘરે પહોંચ્યા હતા. અને અન્ય પરિજનોને લઇને મોકમપુરા પહોંચ્યા હતા. ત્યાં હંસા બેનને મકાનના પાછળના ભાગમાં ઓરસીમાં સુવડાવેલા મળી આવ્યા હતા. તેમનું મૃત્યુ થયું હતું. તેઓના માથા, પગે અને બરડાના ભાગમાં માર મારવામાં આવ્યાના નિશાન હતા. પરંતુ શરીરે કોઇ જગ્યાએથી લોહી નિકળ્યું જણાતું ન્હતું. તેમને શરીરે મૂઢ માર વાગ્યો હોવાનું જણાતું હતું. આ અંગે તેના પતિ ધર્મેન્દ્રસિંહને પુછતા તેણે જણઆવ્યું કે, પત્નીને ગભરામણ અને ચક્કર આવવાને કારણે તે પડી જવાથી ઇજાઓ થઇ હતી. તેવી ગોળ ગોળ વાત કરી હતી.

Advertisement

લાકડી વડે માર માર્યો

એકાદ અઠવાડિયા પહેલા ધર્મેનદ્રસિંહ રાઠોડે મને પત્ની હંસાબેનને કોઇની સાથે પ્રેમ સંબંધ ગોવાની વાચ કરી હતી. તેના કારણે બંને વચ્ચે ઝઘડાઓ થતા રહેતા હતા. મૃતક હંસાબેનનું પીએમ કરવામાં આવતા તેઓને મઆછા અને ફેફસામાં ગંભીર ઇજાઓ પહોંચચા મોત થયાનું સામે આવ્યું હતું. બાદમાં ફરીથી ધર્મેન્દ્રસિંહને પુછતા તેણે જણાવ્યું કે, અમારે બંનેને બપોરના સમયે પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થતા તેને બરડા, માથા અને હાથ-પગે લાકડી વડે માર માર્યો હતો. દરમિયાન તેને ચક્કર આવતા તે પડી ગઇ હતી. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આખરે સમગ્ર મામલે ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ રાઠોડ (રહે. મોકમપુરા, ડેસર) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : પેઢીઓથી ઘાસ વેચતા વિક્રેતાઓના દબાણ પર પાલિકાની કાર્યવાહી

Tags :
Advertisement

.

×