VADODARA : શાકભાજીની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા ડેસર તાલુકાના પાંડુ પાસેથી આઇસર ટેમ્પોમાં શાકભાજી ની આડમાં લઈ જવાતોવિદેશી દારૂ સહિત રૂ. 15 લાખનો મુદ્દામાલ ડેસર પોલીસે ઝડપી પાડ્યો હતો. જે અંગે વધુ તપાસ કરતા આ વિદેશી દારૂ ડેસર તાલુકાના નવા શિહોરા નો કુખ્યાત બુટલેગર દિનેશ પરમાર મંગાવ્યો હતો. આ મામલે વોન્ટેડ બુટલેગરનો ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. (DESAR POLICE CAUGHT ILLEGAL LIQUOR IN TEMPO WITH VEGETABLES - VADODARA RURAL)
બાતમીથી મળતો ટેમ્પો દેખાતા તેને રોક્યો
તાજેતરમાં ડેસર પોલીસ મથકના પીઆઇ અને તેમના સ્ટાફ સહિત તેઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સ્ટાફને બાતમી મળી કે, પાંડુથી વાલાવાવ માર્ગ પર એક આઇસર ટેમ્પોમાં વિદેશી દારૂ ભરીને નવા શિહોરા ગામે જવાનો છે. જે બાદ ડેસર પોલીસે પાંડુ ખાતેની દરગાહ પાસે તેને પકડવા માટે રસ્તા પર આડાશ કરી દીધી હતી. તેવામાં રાત્રે 11 વાગ્યાના અરસામાં બાતમીથી મળતો આવતો આઇસર ટેમ્પો સામેથી આવતા તેને રોકીને ટેમ્પામાં શું સામાન છે તે બાબતે ડ્રાઇવર અને તેના સાથીદારને પૂછતા કરતા તેને કોઈ જ સંતોષકારક જવાબ આપી શક્યા ન્હતા.
દૂધી હટાવતા દારૂ હાથ લાગ્યો
જે બાદ પોલીસે ટેમ્પામાં પાછળના ભાગમાં તપાસ તપાસ કરતા પ્લાસ્ટિકની કોથળીમાં દુધી ભરેલા બાચકા પડ્યા હતા. તેને હટાવીને વધુ તપાસ કરતા દુધીના કોથળા નીચેથી વિદેશી દારૂના કવાટરીયા અને બિયર નો જથ્થો મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કવાટરીયા બિયર ની કુલ ૨૧૭ પેટીઓ જેમાંથી કુલ ૨૦૦૭ નંગ કવાટરીયા બિયર મળી આવ્યા હતા. જેની અંદાજે કિંમત રૂ. 7 લાખ અને બે મોબાઈલની કિં. રૂ. 30 હજાર ના અને રૂ. 8 લાખનો આઇશર ટેમ્પો મળીને કુલ મળીને રૂ. 15.30 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
કુખ્યાત બુટલેગર વોન્ટેડ જાહેર
ઉપરોક્ત કાર્યવાહીમાં આઇશર ચાલક સંજયભાઈ જશવંતભાઈ માછી (રહે. નવા શિહોરા), મિલેશ નાહરીયાભાઇ રાઠવા ( છોટાઉદેપુર) ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંનેને વિદેશી દારૂનો જથ્થો ક્યાં લઈ જવાનું છે, તેમ પૂછતા જણાવ્યું કે વર્ષોથી વિદેશી દારૂનો ધંધો કરતો કુખ્યાત બુટલેગર દિનેશભાઈ રતનભાઇ પરમાર રહે ( નવા શિહોરા) ને ત્યાં લઈ જવાતો હતો. પોલીસે બંનેને પકડી તેઓની સામે પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર દિનેશભાઈ રતનભાઇ પરમાર અને નરેશભાઈ ફુલસીંગભાઇ રાઠવા ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો --- VADODARA : કારની ટક્કરે એકનું મોત, હીટ એન્ડ રનનો આરોપી ઝબ્બે


