Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સગીરાનો દેહ ચૂંથનારને આજીવન કેદની સજા

VADODARA : સાવલીની સ્પેશિયલ પૉકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને તક્સીર વાર ઠેરવ્યો
vadodara   સગીરાનો દેહ ચૂંથનારને આજીવન કેદની સજા
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION - VADODARA) ની હદમાં 2023 ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના પ્રકરણમાં સાવલી પોકસો કોર્ટ દ્વારા આરોપીને તકસીર વાર ઠેરવીને આજીવન કેદની સજા સાથે રૂ. 1.10 લાખનો દંડ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.

ખેતરમાં બોલાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા ગ્રામ્યમાં આવતા ડેસર પોલીસ મથકની હદમાં 2023 ની સાલમાં સગીરા પર કુટુંબીકાકાએ ખરાબ દાનત કરીને દુષ્કર્મ આચર્યું હતું. અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ નજીકના ખેતરમાં બોલાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે ફરિયાદ ડેસર પોલીસ મથકે નોંધાઈ હતી. ડેસર પોલીસે આરોપી વિપુલભાઈ રાવજીભાઈ ચૌહાણ (રહે. લટિયાપુરા તા. ડેસર, વડોદરા) ની ધરપકડ કરીને પોક્સો સહિત બળાત્કાર અને વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

કુદરતી નિત્યક્રમ મુજબ જીવે ત્યાં સુધીની સખત કેદની સજા

તાજેતરમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેનો કેસ સાવલીની સ્પેશિયલ પૉકસો કોર્ટના જજ જે. એ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને તક્સીર વાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને આજીવન કેદની કુદરતી નિત્યક્રમ મુજબ જીવે ત્યાં સુધીની સખત કેદની સજા સાથે રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય કલમોમાં ત્રણ-ત્રણ વર્ષની સજા અને પાંચ-પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

Advertisement

કોમ્પન સેશન સ્કીમ હેઠળ વળતર પીડિતાના પરિવારને ચૂકવવા ભલામણ

આ સાથે આરોપી જે દંડની રકમ અદાલતમાં જમા કરાવે તે રકમ વળતર તરીકે પીડિતા ને ચૂકવવા હુકમ કર્યો હતો. તેમજ ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટીને કોમ્પન સેશન સ્કીમ હેઠળ રૂ. 7 લાખનું વળતર પીડિતાના પરિવાર ને ચૂકવવા ભલામણ કરી છે.

આ પણ વાંચો -- Operation Asur બાદ વડોદરા ગ્રામ્ય LCB નો સપાટો, "પુષ્પા" સ્ટાઇલ દારૂની હેરાફેરી નાકામ

Tags :
Advertisement

.

×