VADODARA : જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 7 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો
VADODARA : વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેકટરએ અરજદારોની રજૂઆતો શાંતિપૂર્ણ રીતે સાંભળી તેનો સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. (VADODARA DISTRICT COLLECTOR SOLVED 7 CASES IN SWAGAT PROGRAM)
કોર્ટમાં કેસ ના ચાલતો હોય તેવી જ ફરિયાદોને લાવવા માટે અનુરોધ
જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની ઉપસ્થિતિમાં દબાણ, ભાડાપટ્ટાની મિલકત અને વારસાઈ જેવા ૦૭ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. વધુમાં કલેકટરશ્રીએ અરજદારોને પોતાના પ્રશ્નોના ઉકેલ માટે કોર્ટમાં કેસ ના ચાલતો હોય તેવી જ ફરિયાદોને સ્વાગત કાર્યક્રમમાં લાવવા માટે અનુરોધ કર્યો હતો.
સંબધિત અધિકારીઓની ઉપસ્થિતમાં પ્રશ્નોનો ઉકેલ કર્યો
કલેકટરશ્રીએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળીને તેમની હાજરીમાં જ સંબધિત અધિકારીઓની ઉપસ્થિતમાં પ્રશ્નોનો ઉકેલ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ સહિત અરજદારો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : ત્રીચી ગેંગ દબોચનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઇ-કોપ એવોર્ડ એનાયત