Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ખનીજચોરો સામેની કાર્યવાહીમાં "અસંતોષ" વ્યક્ત કરતા સાંસદ

VADODARA : રાત્રે 2 - 3 વાગ્યે અમને ફોન આવે, અને ખનન થતું હોવાનું જણાવે છે. પરંતુ વિભાગના અધિકારીઓ ફોન સ્વિચ ઓફ કરીને બેસી જાય છે
vadodara   ખનીજચોરો સામેની કાર્યવાહીમાં  અસંતોષ  વ્યક્ત કરતા સાંસદ
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો આવેલા છે. તેને ઉલેચીને રોકડી કરી લેવાનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટર (VADODARA DISTRICT COLLECTOR) સમક્ષ આ અંગે અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા રજુઆત કરવા છતાંય કોઇ નક્કર ઉકેલ આવતો નથી. વિતેલા 15 દિવસમાં બે વખર ગેરકાયદેસર ખનનના કૌભાંડ પર દરોડા પાડીને પકડી પાડવામાં આવ્યું હતું. છતાં તંત્ર ખનન માફિયાઓ (ILLEGAL SAND MINING MAFIA - VADODARA) ના મનસુબા તોડવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે વર્ષની છેલ્લી સંકલનની બેઠકમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (VADODAR MP - DR. HEMANG JOSHI) એ ખનન માફિયાઓ સામેની કાર્યવાહીમાં સ્પષ્ટ અસંતોષ વ્યક્ત કર્યો હતો. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

એક પછી એક કાર્યવાહી છતાં તંત્ર તેમના મનસુબા તોડી શક્યું નથી

વડોદરા પાસે આવેલા મહિસાગર નદીના મોટા પટમાં ગેરકાયદેસર રેતી ખનનનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડીઓ પર ગાળિયો કસવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. જેને પગલે અવાર-નવાર દરોડામાં રેતી ઉલેચવાનું ગેરકાયદેસરનું કૃત્ય ઝડપાય છે. એક પછી એક કાર્યવાહી છતાં તંત્ર તેમના મનસુબા તોડી શક્યું નથી. જેને લઇને ચૂંટાયેલા પ્રતિનિધીઓમાં આ વાતનો રોષ જોવા મળી રહ્યો છે. આજે વર્ષની અંતિમ જિલ્લા સંકલનની બેઠક કલેક્ટર સાથે મળી હતી. જેમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ કામગીરી અંતે અસંતોષ વ્યક્ત કર્યો છે.

Advertisement

ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ઉગ્ર રજુઆત કરવામાં આવી

જિલ્લા સંકલનની બેઠક બાદ સાંસદ ડો. હેમાંગ જોષી (VADODAR MP - DR. HEMANG JOSHI) એ જણાવ્યું કે, આજે કલેક્ટર કચેરી ખાતે વર્ષની અંતિમ સંકલનની બેઠક મળી હતી. સાંસદ, ધારાસભ્યો તથા અન્યએ પોતાની રજુઆતો કરી હતી. રજુઆતમાં મુખ્ય બે મુદ્દે મેં રજુઆત કરી હતી. અટલાદરાથી પાદરા જતો રસ્તો ખુબ જ સાંકળો છે. જેમ જેમ ત્યાં વસાહતો વસી રહી છે, વધુ સંકડામણ થઇ રહ્યું છે, અને અકસ્માતના કેસો પણ વધ્યા છે. ત્યારે રોડ પહોણા કરવાની સાથે ટ્રાફીકનું મેનેજમેન્ટ વ્યવસ્થિત થાય તેવી રજુઆત કરાઇ છે. બીજું કે, ખાણ-ખનીજ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેની સામે અસંતોષ છે. કામગીરીના કારણે ખુબ જ ઘટનાઓ અમારી સામે આવી રહી છે. અમને રાત્રે 2 - 3 વાગ્યે અમને ફોન આવે, વીડિયો આવે અમે ખનન થતું હોવાનું જણાવે છે. પરંતુ વિભાગના અધિકારીઓ ફોન સ્વિચ ઓફ કરીને બેસી જાય છે. આ બાબત ચિંતાજનક છે. અને આ મામલે ચૂંટાયેલા ધારાસભ્યો સાથે ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : "તબ તક રૂકેગા નહીં", ખંડેરાવ તળાવને બચાવવા ફિલ્મી સ્ટાઇલમાં પ્રયાસ

Tags :
Advertisement

.

×