Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભારેથી અતિભારે વરસાદની આગાહી, જળાશયો છલકાયા

VADODARA : હવામાન વિભાગ દ્વારા વડોદરા (VADODARA) જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદ (HEAVY RAIN) ની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું છે. કલેકટર બીજલ શાહે તમામ અધિકારીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં...
vadodara   ભારેથી અતિભારે વરસાદની આગાહી  જળાશયો છલકાયા
Advertisement

VADODARA : હવામાન વિભાગ દ્વારા વડોદરા (VADODARA) જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદ (HEAVY RAIN) ની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદુ થયું છે. કલેકટર બીજલ શાહે તમામ અધિકારીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા જણાવ્યું છે. તો બીજી તરફ સરદાર સરોવર (SARDAR SAROVAR DAM) માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, આજવા સરોવર (AJWA SAROVAR) ના દરવાજામાંથી પાણી વહી રહ્યું છે, અને વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) ના જળસ્તરમાં વધારો નોંધાઇ રહ્યો છે, આ તમામ સ્થિતી પર પણ તંત્રની બાજ નજર રહેલી છે.

જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર

કલેકટર બીજલ શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા તંત્ર વાહકોને વડોદરા જિલ્લામાં આગામી પાંચ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે સાવચેતી અને તકેદારીના પુરતા પગલાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ડેમમાંથી વધુ પાણી છોડવાના સંજોગોમાં નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાવચેત કરવા સાથે જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા બચાવની કામગીરી કરવા તેમણે જણાવ્યું છે. તદુપરાંત ભારે વરસાદના કારણે જો કોઈ નુકસાની જણાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમમા જાણ કરવા જણાવાયું છે. આ વીડિયો કોન્ફરન્સમાં પ્રાંત અધિકારીઓ,તાલુકા લાયઝન અધિકારીઓ અને મામલતદારો જોડાયા હતા.

Advertisement

તમામ સ્થિતી પર પણ તંત્રની બાજ નજર

આ સાથે ઉપરવાસમાં વરસાદને પગલે સરદાર સરોવર (નર્મદા) ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી વાઘોડિયા અને ડભોઇના નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ વરસાદને પગલે આજવા સરોવર ડેમના દરવાજા માંથી પાણી વહી રહ્યું છે. જે જોતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીરે ધીરે ઉંચું આવી રહ્યું છે. આ તમામ સ્થિતી પર પણ તંત્રની બાજ નજર છે. અને સ્થિતીનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા પાલિકાના સત્તાવાર વેબસાઇટ અનુસાર, સવારે 6 વાગ્યાની સ્થિતીએ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 18.25 ફૂટ અને આજવા સરોવરની જળ સપાટી 211.80 ફૂટ નોંધવામાં આવી છે. હાલ બંને જળાશયો ભયજનક લેવલથી દુર છે. પરંતુ વરસાદ વરસવાના કારણે બંનેની જળસપાટી ઉંચી જવાની શક્યતાઓ પ્રબળ છે.

Advertisement

આ પણ વાંચો -- Gandhinagar : અતિભારે વરસાદની આગાહી મુદ્દે મુખ્ય સચિવની બેઠક, અધિકારીઓને આપી આ સૂચના

Tags :
Advertisement

.

×