VADODARA : નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વ ઉજવણીનું ફૂલડ્રેસ રિહર્સલ
VADODARA : ૭૬માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી (REHEARSAL FOR 26 JAN CELEBRATION PARADE AT DISTRICT LEVEL - VADODARA) પાદરામાં કરવામાં આવશે. અહીં તા. ૨૬ના રોજ કલેક્ટર બી. એ. શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. તેના અનુસંધાને આજે નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલની અધ્યક્ષતામાં ફૂલડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર બી.એ. શાહની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના પાદરામાં આવેલ પી.પી. શ્રોફ હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
અધિક કલેકટર દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાના આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાકક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જ નિવાસી અધિક કલેક્ટર બી.એ.પટેલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું હતું. જેમાં અધિક કલેકટર દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
યોગ નિદર્શન, ગરબા, દાંડિયારાસ, લોકનૃત્યો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ
પી. પી. શ્રોફ શાળાના મેદાનમાં પરેડ, ધ્વજવંદન કાર્યક્રમ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન, દેશભક્તિ ગીત, ગરબા, દાંડિયારાસ, લોકનૃત્યો સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ રિહર્સલમાં પ્રાંત અધિકારી, પોલીસ અધિકારી, જિલ્લા તથા સ્થાનિક કક્ષાના અધિકારી - કર્મચારીગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ પણ વાંચો --- VADODARA : ચૂંટણીમાં મતદાન વધારવાના જિલ્લા કલેક્ટરના પ્રયાસોની રાજ્યકક્ષાએ સરાહના


