VADODARA : 8 તાલુકામાં ચૂંટણી જાહેર કરી વહીવટદારોના શાસનનો અંત લાવવા માગ
VADODARA : વડોદરાના જિલ્લા પંચાયત (VADODARA DISTRICT PANCHAYAT) ના વિરોધ પક્ષના નેતા (OPPOSITION LEADER WROTE LETTER TO, DISTRICT COLLECTOR, VADODARA) દ્વારા 8 તાલુકાના 248 ગામોમાં ચૂંટણીની તારીખો જાહેર કરવા માટેની રજુઆત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને કરી છે. 2 વર્ષ ઉપરાંતથી આ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થયેલી છે. તે બાદથી તેનો વહીવટ, વહીવટદાર દ્વારા કરવામાં આવે છે. જેને કારણે ગામડાઓનો વિકાસ રૂંધાઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે, તે જોવું રહ્યું.
બે વર્ષ વિતી ગયા હોવા છતાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવતી નથી
વડોદરા જિલ્લામાં પાદરા, કરજણ, શિનોર, ડભોઇ, વાઘોડિયા, સાવલી, ડેસર અને વડોદરા તાલુકો આવેલો છે. જેમાં કુલ 536 ગ્રામ પંચાયતો આવેલી છે. તે પૈકી 248 ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઇ ગઇ હોવાથી સ્થાનિક વહીવટ, વહીવટદારોના હાથમાં છે. આ વાતને બે વર્ષ વિતી ગયા હોવા છતાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવતી નથી. જેના કારણે ગ્રામ પંચાયતોનો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાનો આરોપ વડોદરાના જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એમ. આઇ. પટેલ દ્વારા લગાડવામાં આવ્યો છે.
સ્વરાજ્યની ચૂંટણીની વિલંબ કર્યા વગર જાહેર કરવામાં આવે
વડોદરાના જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એમ. આઇ. પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે કે, આ ગામોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિલંબ કર્યા વગર જાહેર કરવામાં આવે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : ઓવરસ્પીડમાં જતી કાર લક્ષ્મીપુરા તળાવમાં ખાબકી, મધરાત્રે રેસ્ક્યૂ હાથ ધરાયું


