Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જિલ્લામાં ચાર નવી સરકારી માધ્યમિક શાળાને મળી મંજૂરી

VADODARA : તાજેતરમાં જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં બિન આદિજાતિ વિસ્તારમાં કુલ ૧૩૦ અને આદિજાતિ વિસ્તારમાં ૩૨ એમ ૧૬૨ જેટલી સરકારી માધ્યમિક શાળાઓની ચાલુ વર્ષે ૨૦૨૪-૨૫માં નવી મંજુર કરાઇ છે. લીમડા, સાંગાડોલ અને ડભોઇમાં શાળાને મંજુરી જેમાં વડોદરા...
vadodara   જિલ્લામાં ચાર નવી સરકારી માધ્યમિક શાળાને મળી મંજૂરી
Advertisement

VADODARA : તાજેતરમાં જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં બિન આદિજાતિ વિસ્તારમાં કુલ ૧૩૦ અને આદિજાતિ વિસ્તારમાં ૩૨ એમ ૧૬૨ જેટલી સરકારી માધ્યમિક શાળાઓની ચાલુ વર્ષે ૨૦૨૪-૨૫માં નવી મંજુર કરાઇ છે.

લીમડા, સાંગાડોલ અને ડભોઇમાં શાળાને મંજુરી

જેમાં વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં ચાર સરકારી માધ્યમિક શાળાઓની નવી શરૂ કરવા અંગે મંજુરી મળી છે. જેમાં વાઘોડિયા તાલુકામાં ત્રણ, જેમાં સરકારી માધ્યમિક શાળા લીમડા, સરકારી માધ્યમિક શાળા સાંગાડોલ અને સરકારી માધ્યમિક શાળા વ્યારા તેમજ ડભોઇ તાલુકામાં એક સરકારી માધ્યમિક શાળા અકોટીને મંજૂરી અપાઇ છે.

Advertisement

સરકારી માધ્યમિક શાળાઓનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

જેના અનુસંધાને સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી આર.આર.વ્યાસ, કારોબારી ચેરમેન નીલેશભાઈ પુરાણી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનુપમાબેન પરમારની ઉપસ્થિતિમાં આ સરકારી માધ્યમિક શાળાઓનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

Advertisement

શૈક્ષણિક કીટ આપીને તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ કરાવવામાં આવ્યા

ઉક્ત ત્રણેય શાળાઓમાં અંદાજે ૪૫ જેટલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ કરાવવામાં આવેલ, આ સમગ્ર કાર્યક્રમમાં લીમડા, સાંગાડોલ અને વ્યારામાંથી વાલીગણ, વિદ્યાર્થીઓ તેમજ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા, લીમડાનો તમામ સ્ટાફ, લીમડા ગામના ગ્રામજનો, પ્રાથમિક શાળા, લીમડાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : પૂરગ્રસ્ત 3555 વેપારીઓને રૂ. 5.25 કરોડની સહાય ચૂકવાઇ

Tags :
Advertisement

.

×