VADODARA : કચરા કલેક્શનની ગાડી બેધડક રોંગ સાઇડ જતા લોકોમાં રોષ
VADODARA : વડોદરા (VADODARA) ના વહીવટી વોર્ડ નં - 10 માં કચરા કલેક્શનની ગાડી (DOOR TO DOOR GARBAGE COLLECTION TEMPO) બેરોકટોક રોંગ સાઇડ જતી (WRONG SIDE RIDE) હોવાનું સામે આવતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તાજેતરમાં જ કચરા કલેક્શનની ગાડી નીચે આવતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ કચરા ગાડીના ચાલકોએ નિયમોનું ચુસ્ત પાલન કરવાની જગ્યાએ હજી પણ તેઓ બેદરકારી દાખવી રહ્યા છે. તે જોતા આવનાર સમયમાં અકસ્માતની ઘટના ફરી સપાટી પર આવો તો નવાઇ નહીં. સ્થાનિકનું કહેવું છે કે, આ પ્રકારે જતી કચરા ગાડી વાળાઓ પર કાર્યવાહી કરવી જોઇએ.
વધુ એક વખત ગાડી ચાલકોની બેદરકારી છતી થવા પામી
વડોદરામાં કચરા કલેક્શન માટે ડોર ટુ ડોર આવતી ગાડીઓ જોડે અકસ્માત થતા મૃત્યુની ઘટનાઓ અનેક વખત સામે આવી ચુકી છે. તાજેતરમાં જ ચાર વર્ષના બાળકનું કચરા ગાડી નીચે આવતા મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ કચરા ગાડીના ચાલકો વધુ સતર્ક બનશે, અને નિયમોનું ચુસ્તપણે પાલન કરશે તેવી આશા હતી. પરંતુ આશા ઠગારી નિવડી છે. તાજેતરમાં વડોદરાના વહીવટી વોર્ડ નં - 10 માં કચરા ગાડી બેધડક રોંગ સાઇડ જઇ રહી હોવાનો વીડિયો સપાટી પર આવ્યો છે. આ વીડિયો સામે આવતા વધુ એક વખત ગાડી ચાલકોની બેદરકારી છતી થવા પામી છે. જેની સામે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
ગાડી ઓવરલોડ છેે, તે રોંગ સાઇડ જઇ રહી છે
આક્રોશિત સ્થાનિક મેહુલ આચાર્યએ મીડિયાને જણાવ્યું કે, તાજેતરમાં કચરા ગાડી નીચે આવતા 4 વર્ષના બાળકનું મોત થયાની આઘાતજનક ઘટના સામે આવી હતી. છતાં વોર્ડ નં - 10 માં કચરા ગાડી નિયમો નેવે મુકીને જઇ રહી છે. ગાડી ઓવરલોડ છેે, તે રોંગ સાઇડ જઇ રહી છે, તેના પર કોઇ નંબર પ્લેટ દેખાતી નથી. તંત્રએ સિસ્ટમથી કામ કરવું જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : સ્ટ્રીટ લાઇટની સમસ્યા નહીં ઉકેલાતા કેબિનમાં જૂતા-ચપ્પલનો હાર પહેરાવ્યો


