Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડોર ટુ ડોર વાહનની અડફેટે ઇજાગ્રસ્ત નર્સનું મોત

VADODARA : નર્સ તરીકે ફરજ બજાવતી દિકરી 3 - 30 કલાકે ઘરે જઇ રહી હતી. સોમા તળાવ પાસે પાલિકાની કચરા ગાડી ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો
vadodara   ડોર ટુ ડોર વાહનની અડફેટે ઇજાગ્રસ્ત નર્સનું મોત
Advertisement

VADODARA : વડોદરામાં ડોર ટુ ડોર વાહનોના અકસ્માતનો સિલસિલો અટકવાનું (DOOR TO DOOR GARBAGE COLLECTION VEHICLE ACCIDENT - VADODARA) નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં શહેરના સોમા તળાવ પાસેથી પસાર થતી નર્સના ટુ વ્હીલરને ડોર ટુ ડોરના વાહન ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યાર બાદ નર્સ યુવતિને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીએ દમ તોડ્યો હતો. ઘટનાને પગલે મૃતકના પરિજનો દ્વારા ડોર ટુ ડોરના વાહન ચાલકની બેદરકારી અંગે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારની ઘટનાનું ફરી પુનરાવર્તન ના થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે

વડોદરામાં ડોર ટુ ડોર વાહનોના અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. અગાઉ અનેક ઘટનાઓ બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. અને કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે. આવી જ એટ ઘટના 13, ફેબ્રુઆરીના રોજ સોમા તળાવ પાસે ઘટી હતી. જેમાં ઇજાગ્રસ્ત નર્સને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગત સાંજે તેણીએ દમ તોડ્યો છે.

Advertisement

ગતરોજ સાંજે ચાર વાગ્યે દિકરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

મૃતકના પરિજન ઉસ્માનભાઇ વાડીવાલાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ઘટના એવી બની હતી કે, દિકરી અસ્મા અબ્દુલ રહીમ 7 વર્ષથી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. 13, ફેબ્રુઆરીના રોજ નર્સ તરીકે ફરજ બજાવતી દિકરી 3 - 30 કલાકે ઘરે જઇ રહી હતી. સોમા તળાવ પાસે પાલિકાની કચરા ગાડી ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ત્યાર બાદ દિકરીને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. અને તેની સારવાર ત્યાં શરૂ કરવામાં આવી હતી. ગતરોજ સાંજે ચાર વાગ્યે દિકરીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ભૂલ પાલિકાની કચરા ગાડીના ચાલકની છે, અમે ઘટના અંગે કપુરાઇ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસ આવીને પંચક્યાસની કાર્યવાહી કરી ગઇ હતી.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : પૂરના નુકશાન અંગે વિપક્ષ-શાસકના દાવામાં જમીન-આસમાનનો તફાવત

Tags :
Advertisement

.

×