VADODARA : પાલિકાના વાહનનો અકસ્માત, બાઇક ચાલક ઘાયલ
VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) ની ડોર ટુ ડોરના વાહન (DOOR TO DOOR GARBAGE COLELCTION VEHICLE ACCIDENT - VADODARA) દ્વારા વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકને 108 એમ્બ્ચુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ પણ પાલિકાના ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરતા વાહન દ્વારા અકસ્માતની ઘટનાઓ આવી ચુકી છે. પરંતુ તે બાદ પણ નક્કર કાર્યવાહીના અભાવે આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો.
દાખલો બેસે તેવી કાર્યવાહી નહીં
વડોદરા પાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા વાહનો સ્પીડમાં હોવા, ગંભીર રીતે તેમાં કર્મીએ બેઠા હોય તથા અન્ય કારણોસર ચર્ચામાં રહે છે. આ વાહનોના ચાલકોની બેદરકારીના કારણે કેટલાક કિસ્સાઓમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. છતાં પણ દાખલો બેસે તેવી કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાના કારણે આવી ઘટનાઓ સામે આવવાનું ચાલુ જ છે. આજે સવારે શહેરના સલાટવાડા, કોઠી ચાર રસ્તા વિસ્તારમાં ડોર ટુ ડોરની કચરા ગાડી પસાર થઇ રહી હતી. દરમિયાન ચાલકની ગફલતના કારણે બાઇક સવારને ટક્કર લાગતા તેઓ રોડ પર પટકાયા હતા. જેને પગલે તેમને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
હું બીજા ગીયરમાં ચલાવતો હતો
આ બાદ ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને ડોર ટુ ડોરના ચાલકની બેદરકારીને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે ઘટના બાદ ડોર ટુ ડોરના ચાલક રમેશભાઇએ સ્વબાવમાં જણાવ્યું કે, તે પોતાની લાઇનમાં યોગ્ય રીતે જઇ રહ્યા હતા. દરમિયાન બાઇક ચાલક આવીને ટેમ્પા જોડે ભટકાયો હતો. તે એટલો ઝડપમાં આવ્યો કે તેઓ બ્રેક મારે તે પહેલા જ ઘૂસી ગયો. હું બીજા ગીયરમાં ચલાવતો હતો. ઘટનાની જાણ થતા જ કારેલીબાગ પોલીસ દોડી આવી હતી. અને ડોર ટુ ડોર ના વાહન ચાલકની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો --- VADODARA : લગ્નપ્રસંગે ઢબુકતા ઢોલ લોન ડિફોલ્ટરના ઘર આંગણે પહોંચ્યા


