VADODARA : ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં ભાજપ અગ્રણીના પુત્ર સહિત 4 સામે ફરિયાદ
VADODARA : વડોદરાના ચકલી સર્કલથી નટુભાઇ સર્કલ તરફ જતા એક બેફામ કાર ચાલક પર શંકા જતા તેની અટકાયત કરવામાં આવી હતી. અને અંદર બેઠેલાની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં કારમાં બેઠેલા શખ્સ દારૂ ઢીંચેલા મળી આવ્યા હતા. તેઓ ચિક્કાર નશામાં હોવાથી પોતાનું સમતુલન પણ જાળવી શકે તેમ ન્હતા. આખરે પોલીસે ચારેય સામે અકોટા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. (KARAMSAD BJP LEADER SON CAUGHT IN DRINK AND DRIVE CASE ALONG WITH OTHERS - VADODARA)
Vadodara : જાહેરમાં દારૂની મહેફિલ પોલીસે રંગમાં પાડ્યો ભંગ | Gujarat First
-વડોદરામાં પોલીસને પડકાર ફેંકતા નબીરાઓ
-અકોટા પોલીસ મથકની હદમાં કરી દારૂ પાર્ટી
-જાહેરમાં બેખોફ મહેફિલ માણતા ત્રણ નબીરા ઝડપાયા
-પોલીસે કાર સહિત બિયર અને દારૂની બોટલ કરી જપ્ત
-પોલીસે ત્રણે નબીરાની ધરપકડ… pic.twitter.com/B8XILU2wZh— Gujarat First (@GujaratFirst) April 4, 2025
ચારેય શહેર બહારના મળી આવ્યા
અકોટા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગતરાત્રે 10 - 30 કલાકે ચકલી સર્કલથી નટુભાઇ સર્કલ તરફ એક કાર બેફામ સ્પીડે જઇ રહી હતી. જેથી તેને રોકીને ચાલકને બહાર બોલાવવામાં આવ્યો હતો. જેમાં ચાલકે પોતાનું નામ હિરેન દિલીપભાઇ પટેલ (રહે. શીવમ બંગ્લો. કમરચંદ રોડ, આણંદ), તેની જોડે બેઠેલાનું નામ જીગર હિતેન્દ્રભાઇ પટેલ (રહે. શીવમ બંગ્લો. કમરચંદ રોડ, આણંદ), પાછળ બેઠેલા શખ્સે પોતાનું નામ સ્મીત મુકેશભાઇ પટેલ (રહે. સૌરાષ્ટ્ર કોલોની, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર), કેવલ હેતાભાઇ પટેલ (રહે. આનંદ બંગ્લો, આણંદ) હોવાનું જણાવ્યું હતું.
ભાજપ અગ્રણીનો પુત્ર વડોદરામાં ઢીંચેલો મળી આવ્યો
તમામના મોંઢામાંથી વાસ આવતી હતી. અને તેઓ ચાલતી વખતે પોતાનું સમતુલન પણ જાળવી શકે તેમ ન્હતા. બાદમાં કારમાં ચેક કરતા એક આઇસ બોક્સ મળી આવ્યું હતું. જેમાં વિદેશી દારૂની બોટલો-ટીન મળી આવ્યા હતા. તમામ પાસેથી દારૂ પીવા અંગેની પરમિટ માંગવામાં આવી હતી. જે તેમની પાસે ન્હતી. આખરે અકોટો પોલીસ મથકમાં ચારેય સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત પૈકી હિરેન પટેલના પિતા દિલીપભાઇ પટેલ કરમસદમાં ભાજપના અગ્રણી તરીકે ઓળખાય છે. અને તેમનો પુત્ર ઢીંચેલી હાલતમાં વડોદરામાં કાર હાંકતો ઝડપાયો છે. હિરેન પટેલ પણ ભાજપનો પ્રાથમિક સભ્ય હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવવા પામ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : ગુજસીટોકના આરોપી સિકલીગર ગેંગના સાગરીતોને જુદી-જુદી જેલમાં ખસેડાશે


