VADODARA : પાસબુકમાં એન્ટ્રી કરીને પોસ્ટ ઓફિસનો ચુનો ચોપડનાર સામે ગાળિયો કસાયો
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા દુમાડ પોસ્ટ ઓફિસ (DUMAD POST OFFICE) ના પોસ્ટ માસ્ટર દ્વારા ત્રણ ખાતે ધારકો પાસેથી પૈસા મેળવીને તેની એન્ટ્રી કર્યા બાદ તે પૈસા જમા કરાવ્યા ન્હતા (POST MASTER MONEY FRAUD - VADODARA) . આ વાતનો ભાંડો મુખ્ય ઓફિસના ઓડિટમાં સામે આવ્યું હતું. આખરે આ મામલે લાલચી પોસ્ટ માસ્ટર સામે મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પૈસા સ્વિકાર્યાની સ્વિકારીને અસલ નોંધ પાસબુકમાં કરી
મંજુસર પોલીસ મથકમાં દક્ષિણ ઉપ વિભાગના ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ દ્વારા આપવામાં આવેલી અરજી સ્વરૂપી ફરિયાદ અનુસાર, ફતેગંજ પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવેલા વાર્ષિક ઓડિટના વિસ્તૃત અહેવાલમાં દુમાડ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર વિક્રમસિંહ ગંભીરસિંહ વાઘેલા દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું હતું. તેમણે વર્ષ 2009 માં દશરથ ગામે રહેતી મહિલાનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. અલગ અલગ સમયે મહિલાના કુલ રૂ. 34 હજાર સ્વિકારીને તેની અસલ નોંધ પાસબુકમાં કરી હતી. પરંતુ તે પૈસા જમા કરાવ્યા ન્હતા. તેવી જ રીતે દુમારમાં રહેતા મહિલા ખાતા ધારકનું ખાતું વર્ષ 2012 માં ખોલવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ સમયે રૂ. 58 હજાર લેવામાં આવ્યા હતા. જેની અસલ નોંધ પાસબુકમાં કરવામાં આવી હતી. પરંતુ તે પૈસા પોસ્ટમાં જમા કરાવવામાં આવ્યા ન્હતા.
ત્રણ એકાઉન્ટ ધારકના મળીને કુલ રૂ. 98 હજારની ઉચાપત
ત્રીજા કિસ્સામાં દુમાડમાં રહેતા ખાતા ધારકનું ખાતું વર્ષ 2008 માં ખોલવામાં આવ્યું હતું. જેના રૂ. 6 હજાર સ્વિકારમાં આવ્યા હતા. અને એન્ટ્રી પાડવામાં આવી હતી. પરંતુ તે પૈસાને જમા કરાવવામાં આવ્યા ન્હતા. વિક્રમસિંહ દ્વારા ત્રણ એકાઉન્ટ ધારકના મળીને કુલ રૂ. 98 હજારની ઉચાપત કરવામાં હતી. જે મામલે અરજીના આધારે મંજુસર પોલીસ મથકમાં વિક્રમસિંહ ગંભીરસિંહ વાઘેલા (રહે. દુમાદ, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ઇ-ચલણ ભરવામાં લાપરવાહી દાખવી તો આકરી કાર્યવાહી માટે તૈયાર રહેજો


