Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : તંત્રની તાકીદ છતાં બોર્ડની પરીક્ષા ટાણે વીજળી ગુલ

VADODARA : લક્ષ્મીપુરા વિસ્તારમાં બનેલી ઘટનામાં પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.
vadodara   તંત્રની તાકીદ છતાં બોર્ડની પરીક્ષા ટાણે વીજળી ગુલ
Advertisement

VADODARA : હાલ વડોદરા સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે (BOARD EXAM - VADODARA) . તે દરમિયાન વિદ્યાર્થીઓને કોઇ તકલીફ ના પડે તે માટે વીજ કંપની દ્વારા પાલિકાને પત્ર લખીને તાકીદ કરવામાં આવી હતી. અને જણાવ્યું હતું કે, ખોદકામ સમયે અંડર ગ્રાઉન્ડ વીજ કેબલનું ખાસ ધ્યાન રાખજો. જો કે, તાકીદ છતાં બે વિસ્તારમાં 10 મિનિટથી લઇને 45 મિનિટ સુધી વીજળી ગુલ થઇ હતી. જેને પગલે વિદ્યાર્થીઓએ પરસેવે રેબઝેબ થઇને પરીક્ષા આપવી પડી હતી. એક કિસ્સામાં અજાણ્યા શખ્સો દ્વારા ખાડો ખોદતા કેબલ ડેમેજ થયો હતો, અને અન્યમાં ફીડરમાં કેબલ ફોલ્ટ સર્જાયો હતો. બંને કિસ્સામાં વીજ કંપનીના સ્ટાફે યુદ્ધના ધોરણે કામગીરી કરીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. (TWO SCHOOL FACE ELECTRICITY LOST DURING BOARD EXAM - VADODARA)

અન્ય કારણોસર બોર્ડની પરીક્ષામાં વીજળી ગુલ થવાના કિસ્સાઓ સામે આવ્યા

વડોદરામાં ઠેર ઠેર ખોદકામ કરવાના કારણે વીજળી ગુલ થવાની ઘટનાઓ અનેક વખત સામે આવી છે. આ ઘટનાઓ બોર્ડની પરીક્ષા ટાણે મુશ્કેલી ના સર્જે તે માટે વીજ કંપની MGVCL દ્વારા પાલિકાને પત્ર પણ લખવામાં આવ્યો હતો. અને તાકીદ કરી હતી કે, ખાડા ખોદતા સમયે વીજ કેબલનું ખાસ ધ્યાન રાખજો. છતાં અન્ય કારણોસર બોર્ડની પરીક્ષામાં વીજળી ગુલ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. વડોદરાના વાસણા રોડ પર આવેલી સંત કબિર અને લક્ષ્મીપુરા રોડ પર આવેલી સત્યનારાયણ શાળામાં બોર્ડની ચાલુ પરીક્ષાએ વીજળી ગુલ થઇ હતી.

Advertisement

અજાણ્યા શખ્સો દ્વારા ખાડો ખોદવામાં આવ્યો

વાસણા રોડ પર આવેલી સંત કબિર સ્કુલ પાસેના રાણેશ્વર ફીડરમાં કેબલ ફોલ્ટ થતા વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને પગલે વીજ કંપનીની ટીમો દોડી હતી. અને અન્ય ફીડરમાં લાઇન જોડીને વીજ પુરવઠો પુર્વવત કરાયો હતો. આ શાળામાં 10 મિનિટ જેટલા સમય બત્તીગુલ રહી હતી. લક્ષ્મીપુરામાં સત્યનારાયણ સ્કુલ પાસે અજાણ્યા શખ્સો દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં વિજ કેબલ કપાઇ ગયો હતો. ઘટના અંગે જાણ થતા જ વીજ કંપનીની ટીમોએ દોડીને અન્ય ફીડરમાંથી વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. આ શાળામાં 45 મિનિટ સુધી બત્તીગુલ રહી હતી. લક્ષ્મીપુરા વિસ્તારમાં બનેલી ઘટનામાં પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ધાર્મિક દબાણો દુર કરવા મિટિંગોનો દોર શરૂ

Tags :
Advertisement

.

×