VADODARA : હજારો કરોડનું બાકી બિલ માફ કરવા મુખ્યમંત્રીને રજુઆત
VADODARA : ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી (CM OF GUJARAT) વડોદરા (VADODARA) ની મુલાકાતે આવ્યા હતા. તેમણે વડોદરાવાસીઓને સેંકડો કરોડના વિકાસકાર્યોની ભેંટ આપી છે. આ મુલાકાત દરમિયાન વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ તરફથી મુખ્યમંત્રી સમક્ષ પાનમ યોજનાના બાકી નિકળતા રૂ. 4500 કરોડના બીલની માફી, પૂર્વ વિસ્તારમાં હાઇવેને સમાંતર વરસાદી કાંસ સહિતના પ્રશ્ને ટુંકી રજુઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
વડોદરા પાલિકાના બજેટ કરતા પણ વધુ છે
ગતરોજ વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ શહેરવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેંટ આપી છે. મુખ્યમંત્રીના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે થોડાક સમયની તક ઝડપી લઇને વડોદરાના પાલિકાના સત્તાધીશો તથા ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા તેમને રજુઆત કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના માથે પાનમ યોજના અંતર્ગત પાણીના રૂ. 4500 કરોડનું બિલ બાકી બોલે છે. જે વડોદરા પાલિકાના બજેટ કરતા પણ વધુ છે. ત્યારે આ બિલની માફી માટેની રજુઆત મુખ્મંત્રીને કરવામાં આવી છે.
ડીપીઆર બનાવીને સરકારમાં મોકલવાનું સુચન કર્યું
વધુમાં સુત્રોએ જણાવ્યું કે, આ સાથે પ્રતાપપુરા સરોરવ ઉંડુ કરવા માટે, તથા તળાવોને ઇન્ટરલિંક કરવા માટે અને પૂર્વ વિસ્તારમાં હાઇવે તરફથી પ્રવેશતા પાણી અટકાવવા માટે સમાંતર કાંસ બનાવવા અંગે પણ રજુઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ શાંતિપૂર્વક તમામની રજુઆત સાંભળી હતી. અને તમામને ડીપીઆર બનાવીને સરકારમાં મોકલવાનું સુચન કર્યું હતું. આમ, મુખ્યમંત્રીએ તમામને સાંભળ્યા બાદ તેનો વહીવટી રાહે ઉકેલ આવે તે દિશામાં કામગીરી આગળ વધારવાનું જણાવ્યું હતું. અને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
આ પણ વાંચો -- VADODARA : પાલિકાના સ્નેહમિલન કાર્યક્રમમાં લગ્નપ્રસંગ જેવો ખર્ચ, લોકો નારાજ


