Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : નોકરી વાંચ્છુકોના વિજ કચેરી બહાર ધરણાં, લાંબી લડતના એંધાણ

VADODARA : જેના 60 ટકા જેટલા આવ્યા છે, તેમને નોકરી નથી મળી, જ્યારે 49 ટકા લાવનાર ઉમેદવારને નોકરી આપવામાં આવી છે. - સ્વેજલ વ્યાસ
vadodara   નોકરી વાંચ્છુકોના વિજ કચેરી બહાર ધરણાં  લાંબી લડતના એંધાણ
Advertisement

VADODARA : વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે આવેલી વિજ કંપની જેટકોની મુખ્ય કચેરી બહાર વિદ્યુત સહાયકની પરીક્ષામાં પાસ ઉમેદવારો મોટી સંથખ્યામાં એકત્ર થઇને ધરણાં યોજી રહ્યા છે. ઉમેદવારોનો આરોપ છે કે, તેમના કરતા ઓછા માર્કસ સાથે વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ થનારા ઉમેદવારોને નોકરી આપી દેવામાં આવી છે. જ્યારે વધારે માર્કસ લાવનારા ઉમેદવારોને નોકરીથી વંચિત રાખવામાં આવ્યા છે. જેને પગલે આજે ઉમેદવારો મોટી સંખ્યામાં કચેરી બહાર એકત્ર થયા છે. અને પોતાની સાથે નાશ્તો તથા ઓઢવાનું બેગમાં સાથે લઇને આવ્યા છે. જેથી આ લડત લાંબી ચાલશે તેવું હાલ લાગી રહ્યું છે.

ઓછા માર્કસ ધરાવતા ઉમેદવારોને નોકરી પર રાખવામાં આવ્યા

વિતેલા સપ્તાહમાં વિદ્યુત સહાયકની પરીક્ષાના ઉમેદવારો રેસકોર્ષ સર્કલ પાસે આવેલી વિજ કંપનીની મુખ્ય કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ ઉમેદવારો દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો કે, વિદ્યુત સહાયકની પરીક્ષામાં તેમના વધુ માર્કસ આવ્યા છે. છતાં તેમનાથી ઓછા માર્કસ ધરાવતા ઉમેદવારોને નોકરી પર રાખવામાં આવ્યા છે. જે મેરીટના માપદંડથી વિરૂદ્ધનું હોવાનું તેઓએ જણાવ્યું હતું. જે બાદ તેમના યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધારી મળતા તેઓ જે તે સમયે પરત ફર્યા હતા. જો કે, તેમને મળેલા આશ્વાસન પ્રમાણે નહીં થતા આજે ફરી એક વખત તેઓ વિજ કંપનીની કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્ર થયા છે.

Advertisement

નોકરી માટેની આ લડત છે

વિદ્યાર્થીઓ સર્વેનું કહેવું છે કે, પહેલા અમે રજૂઆત કરી હતી. અમને સરખો જવાબ મળ્યો નથી. જેથી અમે ધરણા કરવા આવ્યા છીએ. અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે બેસી રહીશું. 5 તારીખ સુધી જવાબ આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. ગઇ કાલે મને ફોન આવ્યો હતો, તેમાં જણાવ્યું કે, 6, તારીખે એમડી સર જોડે મીટિંગ કરાવીશું. પરંતુ તમારી સાથે ચાર ઉમેદવારો સિવાય કોઇ જોઇએ નહીં. અમે જેટકોમાં વિદ્યુત સહાયક ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની પરીક્ષા આપી હતી. તેની નોકરી માટેની આ લડત છે. અમે બેગમાં જરૂરી ડોક્યૂમેન્ટ્સ, નાશ્તો, ઓઢવાનું લઇને આવ્યા છીએ.

Advertisement

ઓછા ટકા મેળવનાર યુવાનને નોકરી મળે અને વધુ ટકા મેળવનાર ઘરે બેસે

સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસે મીડિયાને જણાવ્યું કે, પહેલા રજુઆત કરીને અલ્ટીમેટમ આપ્યું હતું. જે નોકરીવાંચ્છુકો જોડે અન્યાય થયો છે. તેઓ ગુજરાતના અલગ અલગ ગામડામાંથી આવતા હતા. બધાયે એક સાથે જ પરીક્ષા આપી હતી. જેમાં જેના 60 ટકા જેટલા આવ્યા છે, તેમને નોકરી નથી મળી, જ્યારે 49 ટકા લાવનાર ઉમેદવારને નોકરી આપવામાં આવી છે. અગાઉ આ મામલે રજુઆત કરી ત્યારે તેમણે સમય માંગ્યો હતો, જેથી અમે ટાઇમ આપ્યો હતો. અમે કોઇ વિરોધ માટે નહીં પરંતુ અમારા હક માટે બેઠા છે. ઓછા ટકા મેળવનાર યુવાનને નોકરી મળે અને વધુ ટકા મેળવનાર ઘરે બેસે, આ કેવી રીતે શક્ય બને ?. આ નીતિ કાઢવી પડશે. આમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગી રહ્યું છે. ગમે તેટલા દિવસ થાય અમે અહિંયાથી ઉઠવાના નથી. હવે અમે આર કે પાર લડી લેવાના મુડમાં છીએ. રોડ પર લડીશું, કોર્ટમાં લડીશું, જ્યાં જ્યાં જરૂર જણાશે, ત્યાં ત્યાં લડત આપીશું.

આ પણ વાંચો --- VADODARA : વડોદરા જિલ્લા ભાજપના 26 બળવાખોરો પર તવાઇ

Tags :
Advertisement

.

×