ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સાયકલિસ્ટ નિશા કુમારી રશિયા પહોંચી, -20 ડિગ્રી તાપમાન પડકાર

VADODARA : અત્યાર સુધી લગભગ ૧૧ હજાર કિલોમીટર થી વધુ સાયકલ પ્રવાસ આ એવરેસ્ટ વિજેતા સાહસિક ગુજરાતી કન્યાએ પૂરો કર્યો છે
03:16 PM Nov 25, 2024 IST | PARTH PANDYA
VADODARA : અત્યાર સુધી લગભગ ૧૧ હજાર કિલોમીટર થી વધુ સાયકલ પ્રવાસ આ એવરેસ્ટ વિજેતા સાહસિક ગુજરાતી કન્યાએ પૂરો કર્યો છે

VADODARA : ભારત - વડોદરાથી લંડનના (VADODARA TO LANDON - CYCLEING) અતિ લાંબા પ્રવાસના ભાગરૂપે નિશા (NISHA KUMARI) ની સાયકલ સવારી હવે રશિયામાં પ્રવેશી છે. ૧૫ હજાર કિલોમીટર લાંબા, દુષ્કર અને સાહસિક સાયકલ પ્રવાસનો આ સાતમો પડાવ એટલે કે સાતમો દેશ છે. નિશાના સાયકલ પ્રવાસના ૧૫૨ દિવસ પૂરા થયા છે અને તેણે ૧૧૩૨૫ કિમીની સાયકલ યાત્રા અત્યાર સુધીમાં કરી છે.બે દિવસ પહેલા તેણે રશિયામાં પ્રવેશ કર્યો હતો.હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (RUSSIA - UKRAINE WAR) ચાલી રહ્યું છે.પરંતુ સદનસીબે એમનો સાયકલ પ્રવાસ માર્ગ યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં (RUSSIA - UKRAINE WAR ZONE) થી પસાર થતો નથી.

ઉષ્માભર્યો આવકાર આપીને ઉત્સાહ વધાર્યો

અહીં નીશાએ નીત નવા પડકારોનો સામનો કરવાનો છે કારણ કે આ દેશ અતિ ઠંડુ વાતાવરણ ધરાવે છે.એટલે હાડકા ગળી જાય અને લોહી થીજી જાય એવા હવામાનમાં સાયકલ ચલાવવાની છે. અત્યાર સુધી લગભગ ૧૧ હજાર કિલોમીટર થી વધુ સાયકલ પ્રવાસ આ એવરેસ્ટ વિજેતા સાહસિક ગુજરાતી કન્યાએ પૂરો કર્યો છે.તે દરમિયાન ચીનમાં દુશ્મનાવટ ભરેલું વર્તન સહ્યું છે.જો કે અત્યાર સુધીના પ્રવાસના અન્ય દેશોમાં લોકોએ બહુધા ઉષ્માભર્યો આવકાર આપીને ઉત્સાહ વધાર્યો હતો.

લાંબી સાયકલ યાત્રા કોઈ સ્ત્રીએ તો છોડો પુરુષે પણ કરી નથી

યાદ રહે કે કોઈ યુવતી દ્વારા વડોદરા થી લંડન સુધી જમીન માર્ગે સાયકલ દ્વારા પ્રવાસ કરવાનો ગુજરાત અને દેશનો પ્રથમ પ્રયાસ છે.આ રૂટ પર આટલી લાંબી સાયકલ યાત્રા કોઈ સ્ત્રીએ તો છોડો પુરુષે પણ કરી નથી.એશિયા પછી હવે તે યુરોપમાં પ્રવેશી છે. રશિયા આમ તો અર્ધું એશિયા અને અર્ધું યુરોપમાં છે પરંતુ ૧૧ ટાઇમ ઝોન ધરાવતા આ દેશનો સમાવેશ યુરોપ ખંડમાં કરવામાં આવ્યો છે.

કોફી સિવાય અન્ય કોઈ ખાનપાન ઉપલબ્ધ ન હતા

આ અગાઉ જે રશિયાનો ભાગ હતું એવા કઝાકિસ્તાન માં થી પસાર થવાનું બન્યું.આ ખનિજ તેલ સમૃદ્ધ કુંવા અને રિફાઈનરીઓ નો વિસ્તાર છે.આ લગભગ ૪૦૦ કિમી ના વિસ્તારમાં ઉતારા અને રાતવાસો યોગ્ય જગ્યાનો અભાવ હોવાથી નાના કાફેમાં,આખી રાત પાટલી પર બેસી રહીને આરામ કરવાનો અનુભવ મળ્યો. અહીં નાસ્તા પણ માંસાહારી મળતા હોવાથી કોફી સિવાય અન્ય કોઈ ખાનપાન ઉપલબ્ધ ન હતા.જો કે લોકોએ દરેક જગ્યાએ પ્રોત્સાહિત કર્યા અને આટલા લાંબા સાયકલ પ્રવાસના સાહસ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું.જ્યાં જ્યાં ભારતીય લોકો મળ્યા ત્યાં ત્યાં ભારતીય ભોજન જમાડીને આવકાર્યા.

ભારતીયોના ભાઈચારાની સુખદ અનુભૂતિ થઈ

આ પ્રદેશના અત્રાયુ માં આકસ્મિક એક ફોટોગ્રાફર છોકરી મળી જેના લીધે ઓઇલ રિફાઇનરી માં કાર્યરત ભારતીય યુવાનોને મળવાનું થયું અને એ લોકોએ એક હોટેલમાં ભારતીય ભોજન કરાવ્યું ત્યારે દુનિયાના કોઈપણ ખૂણે ભારતીયોના ભાઈચારાની સુખદ અનુભૂતિ થઈ.

ડીઝલ પણ -૩૭ સુધીના તાપમાન માં થીજે નહિ એ પ્રકારનું ઉપયોગમાં લેવાય

એવરેસ્ટ વિજેતા નિશાની આ સાયકલ યાત્રામાં માર્ગદર્શક તરીકે નિલેશ બારોટ એસ્કોર્ટ વાહન સાથે જોડાયા છે. તેમણે જણાવ્યું કે રશિયા અત્યંત ઠંડો દેશ હોવાથી અમારા વાહનનું બધું એન્જિન ઓઇલ બદલીને ત્યાંની ઠંડીમાં થીજી ના જાય એવું એન્જિન ઓઇલ પુરાવવું પડ્યું છે. અહીં ડીઝલ પણ -૩૭ સુધીના તાપમાન માં થીજે નહિ એ પ્રકારનું ઉપયોગમાં લેવાય છે. રશિયાની વોલ્ગા નદી આપણી નર્મદા જેવી લાગી એવું તેમનું કહેવું છે. રશિયાના લોકો ખૂબ સારા છે અને ઉષ્મા સાથે આવકારીને સહયોગ આપે છે એવું એમનું કહેવું છે.

હિમ ડંખ થયાં હતાં જેના લીધે આટલા ઠંડા વાતાવરણ માં દુખાવો

વાહનના ઓઇલ અને ડીઝલની સાથે ગરમ કપડાં,હાથ મોજા અને પગ મોજા,બધું જ અહીંની ટાઢને અનુરૂપ બદલવું પડ્યું છે.નિશાને એવરેસ્ટ વિજય સમયે આંગળીઓમાં હિમ ડંખ થયાં હતાં જેના લીધે આટલા ઠંડા વાતાવરણ માં દુખાવો થાય છે.જો કે અહીં એક વિશેષ પ્રકારનું હેન્ડલ કવર મળે છે જેનાથી રાહત થઈ છે. પ્રવાસ દરમિયાન વિવિધ દેશો ખાતેના ભારતીય રાજદૂતાવાસ નો પ્રોત્સાહક સહયોગ મળ્યો છે.

વોલવોગ્રેડ વગેરે સ્થળો થઈને એ મોસ્કો જવાની છે

એના પ્રવાસનો આશય હવામાન બદલાય તે પહેલાં આદત બદલો - change before climate change નો પર્યાવરણ રક્ષક સંદેશ આપવાનો છે.તેને અનુલક્ષી અગાઉ ઘણી જગ્યાએ લોક સહયોગથી વૃક્ષારોપણ કર્યું છે.કેટલીક જગ્યાઓ એ સ્થાનિક સાયકલ સાહસિકો ટૂંકા અંતર સુધી એની સાથે સાયકલ યાત્રા કરીને ઉત્સાહ વધારે છે. રશિયા માં તે અસ્ત્રાખાન થી પ્રવેશી છે અને વોલવોગ્રેડ વગેરે સ્થળો થઈને એ મોસ્કો જવાની છે.આ પ્રદેશમાં જો કોઈ ભારતીયો રહેતા હોય તો આ સાયકલ યાત્રીને નિવાસ સહિત સુવિધા સહયોગ આપે એવી અપીલ કરી છે.

આ પણ વાંચો -- VADODARA : "કાયદો અને વ્યવસ્થા જાળવવા એક્શન પ્લાન તૈયાર કરાશે" - પોલીસ કમિશનર

Tags :
changeClimateenterEVERESTgirlintokumarimessagenisharussiaspreadingVadodara
Next Article