VADODARA : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વડોદરાની મુલાકાતે
VADODARA : ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (EX CM OF GUJARAT - SHANKARSINH VAGHELA) દ્વારા નવા રાજકીય પક્ષ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી (PRAJA SHAKTI DEMOCRATIC PARTY) ની તાજેતરમાં રચના કરવામાં આવી છે. આજરોજ પાર્ટીના વડોદરા (VADODAR PARTY OFFICE) ખાતેના કાર્યાલયનું ઉદ્ધાટન કરવા માટે તેઓ આવી પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું કે, સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કંઇ પરિણામો લાવવાના હોય, તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે. લોકોના પ્રશ્નો, સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે, ત્યાં રજુઆત કરીશું.
વર્ષના અંતે પાલિકાની ચૂંટણી યોજાનાર છે
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા તાજેતરમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરવામાં આવી છે. જે બાદ એક પછી એક શહેરોમાં તેના કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વર્ષના અંતે પાલિકાની ચૂંટણી યોજાનાર છે. તે પહેલા આજે ગાંધીનગર બાદ વડોદરામાં પાર્ટીના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ તકે તેમણે લોકોની કેવી રીતે મદદ કરવામાં આવનાર છે, તેનું ટુંકમાં વિવરણ આપ્યું હતું.
જરૂર પડશે, ત્યાં રજુઆત કરીશું
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલયના ઉદ્ધાટન બાદ વડોદરામાં ડો. રાઠોડના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યો છું. મારી સાથે છોટા ઉદેપુરના રાજવી અગ્રણી પણ જોડાયા છે. પોલીટીકલ વેક્યૂમ, એટલેકે રાજકીય શૂન્યવકાશ, ડર-ભયનો માહોલ, તેની સામે નીડર બનો-લીડર બનો, સરકારમાં ના ગમતું હોય તેની સામે પડો. તેની વાત કરવા માટે આવ્યા છીએ. કોઇ નેગેટીવ, કોઇ પાર્ટીના વિરૂદ્ધ બોલવું, તેના માટે નહીં. સકારાત્મક અભિગમ સાથે રાજકારણમાં જે કંઇ પરિણામો લાવવાના હોય, તે માટેનું આયોજન કાર્યાલયના માધ્યમથી કરાશે. લોકોના પ્રશ્નો, સરકારની ફરિયાદ પાર્ટીના માધ્યમથી જરૂર પડશે, ત્યાં રજુઆત કરીશું. હાલમાં સરકાર જેવું કંઇ લાગતું નથી. આ સાથે વડોદરાના એરપોર્ટનું સયાજીરાવના નામથી નામકરણ કરવા માટેની પણ રજુઆત કરવામાં આવનાર હોવાનું તેમણે સંબોધનમાં કહ્યું હતું.
આ પણ વાંચો --- VADODARA : ન્યુ સનરાઇઝ સ્કુલ સામે પગલાં લો, બોટકાંડમાં મૃતકના પરિજનોની માંગ